________________
જગત્શેઠ
૧૪૫ હતાં, વાયુના અણુ અણુમાં ભયંકર ઔદાસીન્ય ભર્યું હતું. તેણે પોતાની નજર પાછી વાળી લીધી.
પણ તરત જ એક સાથે અસંખ્ય માયાવિનીઓ, મીરકાસીમને વીંટળાઈ વળી હોય એમ તેને થયું ! તેનું વજકઠોર હૈયું હમણાં જ ભાંગીને ભુક્કો થઈ જશે એમ લાગ્યું. તેણે બે હાથ વતી જોરથી માથું ટાળ્યું. પૃથ્વી ફરતી હતી, આકાશ પણ જાણે તૂટી પડવાની અણી ઉપર આવી ઊભું હતું. એક માયાવિનીએ, આત્મીયની જેમ બરાબર કાનમાં કહેવા માંડ્યું - “જગતુશેઠને માટે ખેદ કરવો મૂકી દે ! આ જગતમાં કોઈ કોઈનું નથી. તું જેને તારા માને છે, તે જ તારા આહારમાં ઝેર નહીં ભેળવતા હોય તેની શી ખાતરી ?” મીરકાસીમને આ અદેશ્ય વાણીએ સહેજ સ્વસ્થ અને ઉત્તેજિત કર્યો. પણ તે હવે વધુ વખત ત્યાં ઊભો રહી શક્યો નહીં. જગશેઠ અને મહારાજા સરૂપચંદને છેલ્લી વાર તેણે જોયા અને તેની લાલચોળ લાગતી આંખમાંથી આંસુનાં બે ટીપાં સરી પડ્યાં !
બસ, હવે બંગાળ ભલે સ્મશાનભૂમિ બને ! અંગ્રેજો પણ ધનધાન્યને બદલે ભલે રાખની બે મૂઠી ભરી રાજી થાય ! મીરકાસીમ મનમાં બબડ્યો અને અર્ધગાંડાની જેમ વિજયનો મદ માણતો, ઝપાટાભેર ત્યાંથી ચાલી નીકળ્યો.”
જગતુશેઠ મહતાબચંદ, મહારાજા સરૂપચંદ અને ચુનીનાં આત્મસમર્પણ નિહાળી ભાગીરથીનાં જળ ખળભળ્યાં. આજે પણ ભાગીરથીની દૈવી વાણી સમજનારા સંતો અને કવિઓ કહે છે કે, “ભાગીરથીના સંગીતમાં જગત્શેઠના આત્મસમર્પણનો જ મહિમા સંભળાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org