________________
૧૪૬
જગત્શેઠ
જગશેઠ જતાં બંગાળની અંધારી રાતનું એક ઉજજવળ નક્ષત્ર આથમી ગયું. બંગાળનાં લાખો સ્ત્રી-પુરુષોએ તે દિવસે અન્ન ત્યજ્યાં. બંગાળના મોટા શહેરથી માંડી નાનાં નાનાં ગામડાં સુધી શોકનું એક મોટું મોજું ફરી વળ્યું.
મરવાને માટે જ મોંગીરથી નીકળેલો મીરકાસીમ, જગતુશેઠની પાછળ શી રીતે પહોંચ્યો તે કોઈ કહી શક્યું નથી. માત્ર એટલું જ મળી આવે છે કે પટણામાં અંગ્રેજોના લોહીથી નાહ્યા પછી અચાનક એક દિવસે દિલ્હીના પાદરમાં એક તૂટીફૂટી ઝૂંપડી પાસે અજાણ્યા પુરુષનું શબ ધૂળમાં રગદોળાતું મળી આવ્યું. તેને કબરમાં દાટવા જેટલી સામગ્રી પણ એ ઝૂંપડીમાં ન હતી. બહુ તપાસ કરતાં ઝૂંપડીમાંથી એક જૂની ગંધાતી શાલ મળી. તે વેચી જે કંઈ ઊપજયું, તેનાથી શબને દાટવાની ક્રિયા દિલ્હીના નાગરિકોએ પૂરી કરી. દાટતી વખતે એકાએક કોઈ રડી પડ્યું. રડતાં રડતાં તેનાથી બોલાઈ જવાયું કે “અરેરે ! આ તે જ મીરકાસીમ !” આ આર્તનાદ પણ આકાશમાં મળી ગયો !
કાર છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org