________________
જગશેઠ
૧૦૨ બંગાળના આપ એક હિતચિંતક છો, શહેનશાહતના પણ એક મહારથી છો, છતાં નજર સામે ગુજરતા અન્યાયો સાંખી લો. એને આશ્ચર્ય કહેવું કે કમનસીબી કહેવી એ સમજાતું નથી. બેગમ પ્રશંસાની સાથે સ્નેહમિશ્રિત ઠપકો આપતી હોય એમ બોલી.
મહતાબચંદે બાદશાહી રંગમહેલનાં રહસ્યો માત્ર કાનેથી સાંભળ્યાં હતાં. આવા માયામંદિરોમાં આવતાં પહેલાં કેવાં અભેદ્ય કવચ પહેરવાં પડે તે તેમને સમજાયું. સ્નેહ, પ્રીતિ, પ્રશંસા અને ઠપકાના જે જે તીર છૂટે તે ઝીલવા તેઓ સવિશેષ સાવધ બન્યા.
સિરાજની આ હેવાનિયત ક્યાં જઈ અટકશે તે કંઈ કહી શકશો ?” બેગમ જાણે પોતાના આત્મીય પાસેથી આગ્રહપૂર્વક જવાબ માગતી હોય તેમ મહતાબચંદ સામે તાકી રહી.
એ બિચારો હજી નવો નિશાળિયો છે. અલીવર્દી-ખાંના ઉપદેશ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરે છે. પડતો, આખડતો પણ રાજધુરા ઊંચકશે અને આપના જેવા સગા-સ્નેહીઓની સહાય હશે તો કાલે બધું થાળે પડી જશે. હજી ગઈ કાલ સુધી જે માતામહના ખોળામાં બેસી લાડ જ લડ્યો છે, સ્વાર્થીઓના સહવાસે માત્ર મોજશોખ જ શીખ્યો છે, તેની પાસેથી આપણે વધુ શી આશા રાખી શકીએ ? સુધરવાની તક તો આપણે આપવી જોઈએ ને ?” જગતુશેઠ મહતાબચંદે નિષ્પક્ષભાવે ઉચ્ચાર્યું.
“તમને અત્યારે આશાવાદ સૂઝે છે ! અને તમે જેને આવતી કાલ માનો છો તે એક મહિના પછી ઊગે કે એકસો વરસ પછી ઊગે તેની ચિંતા તમારે શા સારુ રાખવી જોઈએ ? તમારા કરોડોના વેપારમાં એક પાઈનીયે ખોટ જતી હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org