________________
૧૦૧
જગશેઠ રમી રહ્યા હતા. પાલખી ઊંચકી લાવનારા ભૈયા તરત જ ઊંચી આંખ કર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા.
પધારો, જગતુશેઠ !” વીણાના ઝંકાર જેવા શબ્દો સંભળાયા. મહતાબચંદે જોયું તો નવાજેસ મહમદની બેગમ-ઘસીટો પોતે અતિથિને આવકાર આપવા સામેથી ચાલી આવતી હતી. તેને દૂરથી જોતાં જ જગશેઠને થયું કે “મોતી-ઝીલ' જેવું ભવ્ય છે, તેવી જ તેની અધિષ્ઠાત્રી પણ જાજવલ્યમાન છે. ઘસીટા યૌવનની સીમા ઓળંગી ગઈ હતી, છતાં તેનો વિલાસ એ ઊણપ પૂરવા સતત મંથન કરતો. ઓલાતા અગ્નિને છૂટાંછવાયાં તરણાં સળગતો રાખે તેમ વિવિધ વસ્ત્રાલંકાર, ઘસીટાના રૂપરાશિને ઉછીનો ઉજાશ આપતાં. જે કેટલાક દમામ પ્રેક્ષકને જોતાં જ આઘાત કરે, તે આ બેગમમાં પૂરેપૂરું આધિપત્ય જમાવી રહ્યા હતા. જગશેઠ, પ્રયત્ન કરવા છતાં બેગમની સામે મીટ ન માંડી શક્યા. દષ્ટિવિષ સર્પની સામે આવી ઊભા હોય અને અંતરમાં આછી આગ અનુભવતા હોય તેવી બેચેની અનુભવી રહ્યા.
ઘસીટા બેગમ અને જગશેઠનો આ પહેલો જ પરિચય હતો. બંનેએ એકબીજા વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. ઘસીટા માનતી કે મહતાબચંદ માત્ર વેપારી નથી, શહેનશાહ તેની સલાહ સાંભળે છે. મહતાબચંદ પણ બેગમના રાગરંગ અને વિલાસથી અજાણ્યા ન હતા.
“જરૂરી કામ માટે મારે આપને અહીં બોલાવવા પડ્યા છે.” બેગમ સાહેબે એક સુશોભિત પાટ ઉપર બેસતાં કહ્યું અને તે સાથે જ સામેની તૈયાર બેઠક ઉપર બેસવાનું જગતુશેઠને હાથના ઇશારાથી સૂચવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org