________________
જગશેઠ,
૧૦૦ નવાજેસ ઢાકાનો નવાબ હતો, પણ તે રાજવલ્લભ ઉપર કારભારનો બધો ભાર સોપી નિશ્ચિંત બન્યો હતો. નવાજેસ અને ઘસીટાનું મિલન, કુદરતનો એક અકસ્માતુ હતો. નવાજેસ
ભગવાનનું માણસ હતો. રાજવલ્લભ ઢાકાથી જે રાજકર મોકલતો હતો, તેનો ઉપયોગ ગરીબ-ગરબાંઓને અન્ન, વસ્ત્ર પૂરા પાડવામાં તથા મંદિર કે મસ્જિદ બંધાવવામાં જ કરતો. ઘસીટા એ ધાર્મિક વૃત્તિને એક પ્રકારની ઘેલછા ગણી કાઢતી. યૌવનની ઉદામતા અને વૈભવનો ઘમંડ તેના વ્યવહારમાં તરી આવતાં. “મોતીઝીલ" એ રીતે સેવા અને વૈભવનું એક વિચિત્ર સંગમક્ષેત્ર બન્યું હતું. નવાસ જેટલો લોકપ્રિય હતો, તેટલી જ ઘસીટા-બેગમ લોકબત્રીસીએ ચડી હતી.
એક રાત્રે મહિમાપુરની શેરીઓમાંથી એક બાદશાહી પાલખી પસાર થઈ અને ક્યાંય અટક્યા વિના સીધી મોતીઝીલ તરફ ચાલી ગઈ
સિરાજના ‘હીરાઝીલ"ની જેમ અહીં હબસી કે તુરકીનો સશસ્ત્ર પહેરો ન હતો. નવાજેસના “મોતીઝીલ'માં ગરીબમાં ગરીબ ગણાતો ફકીર કે ભિખારી વગર પૂછળે જઈ શકતો. નવાજેસના બારણાં અહોનિશ સૌને માટે ખુલ્લાં જ રહેતાં. તેને કોઈનો ભય ન હતો, કારણ કે તેને એક પણ શત્રુ ન હતો.
પાલખી તેના આરોહી સાથે મોતીઝીલના ઉદ્યાનને વીંધી, રંગભવન પાસે આવી પહોંચી. પાલખીમાંથી એક પુરુષ બહાર આવ્યો. ધીમે ધીમે સંકોચાતા દિલે તે પગથિયાં ચડ્યો. રંગભવનના સુગંધી તેલથી ભરેલા દીપકો પૂર્ણિમાની જ્યોન્ના સાથે સ્પર્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org