________________
જગત શેઠ
Jain Education International
૧૪
સૌભાગ્ય અને સૌંદર્ય જે થોડાઘણાં નામોને ઇતિહાસમાં અમર કર્યા છે, તેમાં એક ‘મોતીઝીલ’નો પણ સમાવેશ થાય છે. ઢાકાના નવાબ નવાજેસ મહંમદે ખૂબ દ્રવ્ય ખર્ચી આ મહેલ બનાવ્યો હતો. મોગલ રાજદરબારીઓનો ઉદ્યાનવિલાસ જગજાહેર છે. નવાજેસે મોતીઝીલના મહેલ તથા ઉદ્યાન પાછળ ઢાકાનો રાજભંડાર ઠલવ્યો હતો. નવાજેસ કરતાં તેની બેગમ-ઘસીટા, ઘણી જ કલાપ્રિય અને ઉલ્લાસભરી હતી. ઘસીટા-બેગમની નારીહૃદયની કુમાશ આ મોતીઝીલમાં મૂર્તિમંત બની હતી. સારોયે મહેલ કાળા સંગેમરમરનો બન્યો હતો. ઉદ્યાનનાં નાનાં-મોટાં અસંખ્ય ઝરણો ઘડીનો પણ થાક લીધા વિના વર્ષાઋતુના સ્વાભાવિક સૂર આલાપતાં. કુંજો અને લતામંડપોમાં બારે માસ વસંત વિહરતી. રાત્રીએ જ્યારે ખંડૈ ખંડે દીપમાળ પ્રગટતી, સુગંધી ધૂપથી દશે દિશાઓ ઉભરાતી અને ઉદ્યાનમાંથી તાજાં ખીલેલાં પુષ્પોની સુવાસ બહેકતી ત્યારે ‘“મોતીઝીલ''માં માનવીનો વાસ હશે કે વાર્તામાંની પરીઓનું વિલાસર્ભવન હશે, એવો પ્રશ્ન ઉદ્ભવે.
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org