________________
૯૮
જગશેઠ હાથ દઈ શકાય એમ નથી. બને ત્યાં સુધી કોઈ રાજપ્રપંચમાં માથું ન મારતા.”
એ વખતે મોગલ સલ્તનતનો સૂર્ય અસ્તાચલની છેલ્લી ક્ષિતિજરેખા ઉપર થંભીને ઊભો હતો. મરણપથારીએ પડેલા માણસની દર્દભરી દૃષ્ટિ જેવો તેનો આછો પ્રકાશ, દિલ્હીની ચાર દીવાલો વચ્ચે પૂરાઈ રહ્યો હતો. અહમદશાહ અને આદીલશાહ, મોગલ સામ્રાજ્યનાં એવાં જ છેલ્લાં બે કિરણો હતા. અબ્દલ્લીની ઉપરાઉપરી સ્વારીઓને લીધે એ કિરણ પણ ઓલવાઈ ગયેલા અંગારા જેવાં બન્યાં હતાં. એટલું છતાં એ શહેનશાહો જગશેઠના પૌત્ર મહતાબચંદને જગતુશેઠની પદવીથી સન્માનવાનું ન ભૂલ્યા. મહતાબચંદ જગશેઠના પદે સ્થપાયા, એટલું જ નહીં, પણ તેમના ભાઈ સરૂપચંદ શહેનશાહની સ્વેચ્છાથી “મહારાજા' બન્યા. બંગાળના પ્રસિદ્ધ જૈન તીર્થ “પારસનાથ ટેકરી”નું સંપૂર્ણ સ્વામિત્વ પણ આ જ ભાઈઓને શહેનશાહી ફરમાનથી સોંપાયું હતું. જગતુશેઠ મહતાબચંદે ઉત્તર હિંદ જેટલી જ દક્ષિણ હિંદમાં પણ વ્યાપારી પ્રતિષ્ઠા મેળવી હોય એવા કેટલાક ઐતિહાસિક આધારો મળી આવે છે.
ઈચ્છાએ કે અનિચ્છાએ પણ તેમને બંગાળના રાજપ્રકરણમાં તણાવું પડતું. સિરાજ-ઉદ્-દૌલાના સમયમાં, આપદ્ધર્મના આવા જ કેટલાક વિકટ પ્રસંગો વચ્ચેથી તેમને પસાર થવું પડ્યું. બંગમૈયાની સેવા કરવા જતાં તેમને કેવળ સંપત્તિનાં જ નહીં પણ દેહનાં ય બલિદાન ધરવા પડ્યાં.
એક કાર કોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org