________________
જગત્શેઠ
એટલું છતાં તે પૂરો વિલાસી, સ્વચ્છંદી અને અભિમાની હતો એ વિશે બહુ મતભેદ નથી. સિરાજના દરેક દુર્ગુણનો બચાવ શોધનારાઓ પણ એ વાતની ના પાડી શક્યા નથી. સામાન્ય દિવસોમાં પ્રજા એ બધું નભાવી લેત. પરંતુ એ સંક્રાંતિનો કાળ હતો. ભારતીય સંસ્કૃતિ પ્રસૂતિની પીડા વેદી રહી હતી. એક તરફ અલીવર્દીનાં સગાઓ, સિરાજની માસીના પુત્રો, તેમના અધિકારીઓ, પોતપોતાની પસંદગીના નવાબ સ્થાપવાનાં કારસ્થાનો રચતા હતા, બીજી તરફ જગત્શેઠ, જમીનદારો અને વેપારીઓનાં દિલ, જુદાં જુદાં કારણોને લીધે બેચેન બન્યા હતા. એટલામાં સિરાજે ધોળે દહાડે, હુસેનકુલી-ખાં નામના એક સરદારનું મુર્શિદાબાદની શેરીમાં ખૂન કર્યું ! તેનું શબ બૂરે હાલે શેરીઓમાં રઝળાવ્યું ! પોતાના જ એક પ્રતિનિધિ-જાનકીરામનું તેણે છડેચોક અપમાન કર્યું ! મોહનલાલ નામના એક ગૃહસ્થની બહેન, બંગાળમાં જે સૌથી અધિક સુંદરી અને ક્ષીણાંગી મનાતી હતી, તેને પોતાના અંતઃપુરમાં આણી, મોહનલાલનું મોં લાલચથી બંધ કરી દીધું. રાણી ભવાની નામની એક બહુ જ પવિત્ર અને પૂજ્ય ગણાતી વિધવાની પુત્રી, તારાને સિરાજે પોતાની શય્યાસહચરી બનાવવાની પ્રપંચજાળ પાથરી ! તારા વિધવા હતી. તેને આ પ્રપંચની જાણ થતાં ગંગાકિનારે ચિતા સળગાવી, જીવતી બળી મૂઈ ! આ બધાં કારણોને લીધે સિરાજ બંગાળનું દિલ જીતી શક્યો નહીં.
જગત્શેઠ ફત્તેહચંદના બે પૌત્રો મહતાબચંદ અને સરૂપચંદ, રાજપ્રપંચથી અલિપ્ત રહી પોતાના વેપાર તરફ અધિક લક્ષ આપતા હતા. જગત્શેઠ ફત્તેહચંદે જ પોતાના છેલ્લા દિવસોમાં મૃત્યુશય્યા ઉપર કહેલું કે “બંગાળના દુર્ભાગ્યે આડા હવે કોઈથી
Jain Education International
62
For Private & Personal Use Only
www.jainelibrary.org