________________
જગશેઠ
ક્યાંથી હોય ? જમીનદારો અને જગતુશેઠ એટલું નાણું આપવા કબૂલ થયા ત્યારે જ અલીવદ ઓરડાની બહાર આવી શક્યો. જમીનદારોએ પોતાના નવાબને છોડાવવા માટે જે પૈસા સિરાજને તે સમયે આપ્યા તેટલાથી તે સંતોષાયો નહીં. તેણે એક વધારાના કર તરીકે દર વરસે એટલા જ નાણાં જમીનદારો પાસેથી કઢાવવાનું નવું ધોરણ શરૂ કર્યું. આ તેના બાળપણનાં લાડ હતાં.
અલીવદના ભાઈ હાજી અહમદે અજીમાબાદ અને પટણાની સૂબેદારી ભોગવી હતી. સરફરાજ પછી તેને મુર્શિદાબાદના સિંહાસન ઉપર બેસવાની હોંશ હતી. પણ તે ફળીભૂત ન થઈ. છતાં પોતાના ભાઈ ઉપર એ કળશ ઢળે છે અને પોતાનો પુત્ર, પુત્ર નહીં તો પૌત્ર બંગાળનો ભાવિ નવાબ બનશે, એવી આશા રાખી રહ્યો.
અલીવર્દી-ખાં પોતાના સ્થાને સિરાજ-ઉદ્-દૌલાને સ્થાપવાના છે, એવી વાત ફેલાતાં સિરાજની માસીના પુત્રો, મીરજાફર, આતાઉલ્લા વગેરે વચ્ચચ બંગાળની ગાદી માટે હરીફાઈ ચાલી.
સિરાજની રાજનીતિ અને તેના અંગત ચારિત્ર વિશે ઈતિહાસવિવેચકોમાં પુષ્કળ મતભેદ છે. કોઈ તેને અતિ કુશળ રાજદ્વારી પુરુષ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરે છે, તો કોઈ વળી તેને નરાધમ કહી વગોવે છે. કોઈ કહે છે કે સિરાજ અંગ્રેજોનો વિરોધી હતો, તેથી અંગ્રેજોએ તેને ભયંકર માણસ ચીતર્યો. કોઈ કહે છે કે જગશેઠ અને બીજા જમીનદારોના સ્વાર્થ ન સધાયા, તેથી તેમણે સિરાજની સ્વાભાવિક મહત્તા, અપવાદનાં ઘેરાં વાદળવતી ઘેરી રાખી. કોઈ કોઈ તો તેના દેખીતા દુર્ગુણોનો બચાવ કરવાની પણ ધૃષ્ટતા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org