________________
જન્મશેઠ
૧૬
અલીવર્દીને ત્રણ પુત્રીઓ હતી, એકે પુત્ર ન હતો. અલીવર્દીના ભાઈ હાજી મહંમદને ત્રણ પુત્રો અને એક પુત્રી હતી. અલીવર્દીની ત્રણે પુત્રીઓ હાજી મહમદના પુત્રો સાથે પરણી હતી. એ ત્રણે જમાઈઓ અનુક્રમે પટણામાં પૂર્ણિયામાં અને ઢાકામાં નવાબ નિમાયા હતા. અલીવર્દીને એક બહેન હતી, તેના લગ્ન મીરજાફર સાથે થયા હતા અને મીરજાફર બંગાળનો સિપાહસાલાર હતો. હાજી અહમદની પુત્રી આતાઉલ્લા સાથે પરણી હતી.
Jain Education International
૯૫
અલીવર્દીએ પોતાની હયાતીમાં જ, સિરાજ-ઉદ્-દૌલાને (પુત્રીના પુત્રને) પોતાના પોષ્યપુત્ર તરીકે ઉછેરી મોટો કર્યો હતો. અલીવર્દીએ તેને નાનપણથી જ એટલા લાડમાં રાખ્યો હતો કે જો સારી સોબત અને સંસ્કાર ન મળે તો બંગાળની મસનદ ઉપર તે વધુ સમય ટકી ન શકે, એમ રાજદ્વારીઓ પહેલેથી જ માનતા. એક વખતે, સિરાજ જ્યારે ચૌદ વરસનો હતો ત્યારે તેણે અલીવને – બંગાળના નવાબને, એક ઓરડામાં પૂરી પૂરા પાંચ લાખ રૂપિયા આપે તો જ ઓરડામાંથી બહાર કાઢવાનો દુરાગ્રહ દાખવ્યો હતો. અલીવર્દી પાસે ગજવામાં એટલા પૈસા
-
For Private & Personal Use Only
www.jainelibrary.org