SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ ૯૪ આસપાસ બધે શાંતિ હતી. ભાસ્કરને એક ચીસ નાખવા જેટલો અવકાશ મળ્યો હોત તો પણ જગશેઠ કે અલીવર્દી-ખાં આટલા સહીસલામત ન રહેત. મરાઠી-સૈન્ય આ વિશ્વાસઘાતથી તદન અજ્ઞાત હતું અને તેથી જ સુખી હતું. સમાધાનની ક્ષણો ગણાતી હતી, તેટલામાં જ અલીવર્દી-ખાં દગો રમી ગયો. માનકરાના મેદાનમાં એ રીતે બંગાળના નવાબ અલીવર્દીખાંએ પોતાનો કલંક-સ્તંભ રોપ્યો. તેની આખી જિંદગીની સરળતાસાધુતા ઉપર પાણી ફર્યું ! આ ભયંકર વિશ્વાસઘાત જોયા પછી જગતુશેઠ ફતેહચંદનું હૈયું ચીરાઈ ગયું. અલીવર્દીની સામે ઊંચી આંખ કરીને જોવાની પણ હિંમત ન ચાલી. રાજપ્રકરણી કામકાજમાંથી તેમણે સદાને માટે મૌનવ્રત સ્વીકાર્યું. એમણે નિશ્ચય કર્યો કે - “બંગાળના બૂરા ભાગ્યે જ અલીવદ પાસે આ ભયાનક ભૂલ કરાવી છે. સારીય શહેનશાહતને તેનું ઝેર ચડ્યા વિના નહીં રહે. પ્રલયકાળના પડછાયા આ રીતે જ પડે !'' જગતુશેઠ એ બનાવ પછી વધુ સમય જીવી શક્યા નહીં. અલીવદ-ખાં તો એક રીતે માનકરાના મેદાનમાં જ મરી ગયો હતો. ભાસ્કર મરીને અમર થયો અને અલીવદ જીવતા મૃત્યુની યંત્રણા વેદી રહ્યો. ત્રણ-ચાર વરસના અંતરે બંગાળના એ ભાગ્યવિધાતા અનંતતામાં મળી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy