________________
જગશેઠ
૯૩ હોય છે. આ જ ભૂમિ ઉપર વીરો પરસ્પર ભેટે છે અને અંતે ત્યાં જ સ્થાયી મૈત્રી બંધાય છે. ભાસ્કર પંડિત યુવાન હતો, વીરતાના સહજ ગુણો તેને વર્યા હતા.
કેટલીક પ્રાસ્તાવિક વાતચીત પછી ભાસ્કર પંડિતને પેશ્વાના પ્રતિનિધિરૂપે બંગાળ કેટલી ચોથ ભરી શકે એ મૂળ પ્રશ્ન ઉપસ્થિત થયો. અલીવર્દી-ખાં આ બધો વખત કંઈ ઊંડા વિચારમાં નિમગ્ન હતો. રોજનો ઉલ્લાસ તેણે ગુમાવ્યો હતો. દશે દિશાઓ તેને ખાવા ધાતી હોય એવી ગભરામણ તેના મોં ઉપર પથરાઈ હતી. સંસારની ઉપાધિ, રાજ્યના પ્રપંચો અને માથાઝીકથી કંટાળીને જાણે જીવના છેલ્લા સૂત્રને તોડી નાખવા ઉતાવળો થયો હોય એવી કલ્પના થઈ શકે. - ભૂતના આવેશથી વિહ્વળ બનેલો પરવશ માણસ એકદમ ઊઠે તેમ અલીવર્દી-ખાં બેબાકળો ઊડ્યો અને વીજળીની ઝડપે ધ્યાનમાંથી શમશેર ખેંચી ભાસ્કર પંડિતનું માથું ધડથી જુદું કરી નાખ્યું ! એક પળવાર તો જગશેઠ કંઈ સમજી જ શક્યા નહીં. આકાશમાંથી વીજળી પડે અને માણસ મૂચ્છિત બની જાય તેમ જગતુશેઠના હોશકોશ ઊડી ગયા ! અલીવર્દી-ખાં જેવો સજ્જન માણસ આ પ્રકારનો વિશ્વાસઘાત કરે એવી તો તેણે સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી. એને અત્યારે આ શું સૂઝયું ?
અલીવર્દી-ખાં ? વિશ્વાસઘાત ?” પાતાળમાંથી કરુણ આક્રંદ આવતું હોય તેમ જગતુશેઠે કહ્યું.
મરાઠાઓ મુર્શિદાબાદ લૂંટી ગયા તેની સજા !” અલીવર્દી અપરાધીની જેમ પોતાના મનની સાથે બબડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org