________________
જગશેઠ
૯૨ જગશેઠ સંમત થયા. તે દિવસ તો એમને એમ પસાર થઈ ગયો. વગર યુદ્ધ જો બંગાળની તિજોરીમાંથી થોડું ઓછું નાણું મળતું હોય તો તે લેવા ભાસ્કર પંડિત લલચાયો. જગડુશેઠની વાત સાંભળ્યા પછી તેનું હૃદય જરા કૂણું બન્યું હતું.
બીજા દિવસનું પ્રભાત ઊગ્યું. માનકરાના મેદાનમાં સંપૂર્ણ શાંતિ પ્રસરી હતી. એ શાંતિ ઉપર અટ્ટહાસ્ય કરતી હોય તેમ તાલવૃક્ષોની પંક્તિ કંપતી ઊભી હતી. ભાસ્કર પંડિતનું સૈન્ય યુદ્ધની આશંકા વગર નિશ્ચિત હતું. જગશેઠ સાથે સંઘોની શરતો ઘડાયા છે, એ વાત કોઈથી છૂપી રહી ન હતી.
પહોર કરતાં પણ કંઈક અધિક દિવસ ચડ્યો હશે. જગતુશેઠ અને અલીવદ-ખાં પોતાની છાવણીમાંથી બહાર નીકળ્યા. જગશેઠે અલીવદ-ખાં સામે જોયું. તેની આંખો નશાથી લાલ બની હોય અને સૂકા ઓઠને પળે પળે પીસતો હોય એમ લાગ્યું. યુદ્ધના મેદાનમાં રોજની શાંત નિદ્રા ન મળી હોય એવી જગતુશેઠે કલ્પના કરી.
બંગાળના બંને ભાગ્યવિધાતા આગળ ચાલ્યા. પંડિતની છાવણી પાસે પહોંચ્યા. પહેરેગીરોએ જગતુશેઠને ઓળખ્યા અને સેનાપતિ પાસે જવાનો માર્ગ કરી આપ્યો. પંડિત પણ તૈયાર જ હતો. તેને અલીવર્દી-ખાં જેવા બંગાળના એક શાસકને નિહાળવાનો ઉમંગ હતો. જગતુશેઠ જેવો પુરુષ મધ્યસ્થ હોય
ત્યાં સંધીની શરતો બંનેને અનુકૂળ જ નીવડે એવી તેને ગઈ કાલથી શ્રદ્ધા બંધાઈ હતી.
યુદ્ધનું મેદાન યુદ્ધ પહેલાં અને પછી પણ સ્નેહ અને સ્વાગતમાં પ્રેમીઓના વિરલ વિહાર તથા સંકેતસ્થાન જેવું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org