________________
જગશેઠ
૧૫૮
માણિકદેવીના શ્વસુર તથા પતિ એ વખતે પટણામાં રહેતા અને બહુ જ ધનવાન હતા :
નગર સુવસ પટણે વસે, ઉસવંસ સિરદાર; ગોત્ર ગહિલડા જગ પ્રગટ, દોલતવંત દાતાર. હીરાનંદ નરિંદ સમ, માને સહુ કોઈ આણ; સાત પુત્ર તેહને પ્રગટ, અદભુત ગુણમણિખાણ. માણિકચંદ નરિંદ્ર સમ, ચૌદે વિદ્યા ભંડાર; લંછન અંગ બતીસ તસુ, કામણો અવતાર. પુરણમલ્લની પુત્રી કિશોરકુંવરી, માણેકચંદને ત્યાં માણિકદેવીના નામે ઓળખાઈ તેનાં પગલાંથી હિરાનંદને ત્યાં લક્ષ્મી વધતી ચાલી.
પુણ્યવંતને પગપરવેશ, કીરત વાધી દેશોદેશ; વાધે પુત્ર પોત્ર પરિવાર, વાધી લછમી બહુત ભંડાર. નરદેહી ધરી આઈ વહુ, પરત છલછલી ભાખે સહુ; માણિકદેવી દીન્હા નામ, અદ્ભુત રૂપવંત અભિરામ.
પટણાથી માણિકચંદ મુર્શિદાબાદમાં આવ્યા. મુર્શિદાબાદના વૈભવનું વર્ણન કવિ આ પ્રમાણે આપે છે :
રાજા પરજા અરૂ ઉમરાવ, ફોજદાર સુબા નવાબ; સહુ કોઈ માને હુકમ પ્રમાન, દિલીપતિ દે અતિ સન્માન. બાદસ્યાહ શ્રી ફારૂકશાહ, શેઠ પદસ્થ દીયો ઉછાહ; માણિકચંદ શેઠ ભએ નામ, ફિરી દુહાઈ ઠામઠામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org