________________
આભાર શા સારુ માનવો ? અને માનું તો પણ જે સાદ સંભળાય નહીં તેની કિંમત કેટલી ? અરણ્યરુદનથી કંટાળીને તો હિંદીઓ યુદ્ધના મેદાને પડ્યા છે. અરણ્યરુદનનો પુનરુદ્ધાર ભલે બે દિવસ મોડો થાય!
છતાં છેક અકૃતજ્ઞી ન ગણાઉં એટલા માટે જે જે મહાશયે મને જગરશેઠ સંબંધી સાહિત્ય પૂરું પાડ્યું અથવા સૂચવ્યું. તેમની ઉદારતા હું ભૂલવા માગું તો પણ ભૂલી શકાય એવી વસ્તુ નથી, એટલું કહી દઉં.
લૂંટારા પાછળ પડ્યા હોય અને ભારે શરીરવાળો શરાફ જેટલા જોરથી ભાગે તેટલી જ ઉતાવળથી આ પુસ્તક પૂરું કર્યું છે, એટલે ભૂલચૂકની માફી માગવાનું મન થાય છે. પણ પાછો વિચાર આવે છે કે મેં કેટલાને માફી આપી છે કે હું મને પોતાને એવી માફીનો અધિકારી સમજું ? મને ખાતરી છે કે કોઈ વાચકે હજી સુધી એવી માફી આપી નથી અને તેની સાથે વધારે સારી ખાતરી તો એ છે કે માફી નહીં આપનાર પાસે પણ એવી કંઈ સત્તા બળી નથી કે નિયમના અનાદર બદલ લાઠીમાર ચલાવી શકે અને જેની પાસે સજા કરવાની કંઈ સત્તા નથી, તેની માફી માગીએ તો પણ શું ? અને માગ્યા છતાં ન મળે તો પણ શું ? પરંતુ વિવેક એ જો શોભા ગણાતી હોય તો બકરીના ગળે લટકતા આંચળની જેમ એવી માફી માગવામાં મને ખાસ વાંધો
નથી.
- સુશીલ
ભાવનગર તા. ૨૧-૨-૧૯૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org