________________
જગશેઠ
૨૪ તો પછી બાદશાહ ફરૂખસીયર આપને જ બંગાળના સૂબા તરીકે શા માટે નીમે છે?” મુર્શિદ-ખાંએ સીધો સવાલ પૂછડ્યો.
“બાદશાહ ફરૂખસીયર ? દિલ્હીનો શહેનશાહ?” માણેકચંદ શેઠ કટાક્ષ કરતાં મોટેથી હસ્યા.
“મુર્શિદ-ખાં ? શહેનશાહ એ વસ્તુ તો ક્યારની યે ભૂંસાઈ ગઈ છે. બાકી તેની છાયા આજે તખ્ત ઉપર પડી રહી છે. ભૂલેચૂકે એ માયાને સાચી શહેનશાહત ન માનશો. ગરોળીની પૂંછડી કપાઈ ગયા પછી પણ થોડીવાર તરફડે છે. એમાં જીવ નથી હોતો. આજે મોગલ શહેનશાહતની લગભગ એવી જ દશા છે. જે માણસ ગાદીના ખરા હક્કદારનું ખૂન કરે છે અને બે સૈયદ ભાઈઓની કપાથી પૂતળાની જેમ નાચે છે તેને જો શહેનશાહ કહેવાતો હોય તો પણ હું તેના ખૂનથી રંગાયેલા હાથની ભેટ સ્વીકારવા ખુશ નથી. મારો અંતરાત્મા તેને બાદશાહ માનવાની સાફ ના પાડે છે.”
“જગત્શેઠ, તમારી ઉપર બાદશાહની પસંદગી ઊતરી રાજકાજમાં પગલે પગલે પ્રામાણિકતા કે નીતિશાસ્ત્રના સિદ્ધાંત ન તપાસાય. બધાં નીતિસૂત્રો-સિદ્ધાંતો અવકાશ મળે ત્યારે વિચારજો. અધિકારપદેથી, મારી જેમ નીચે ઊતરો ત્યારે મહેલમાં બેઠાં બેઠાં પાપ-પુણ્યની ચર્ચા કરજો. આજે બંગાળનું રાજય ભોગવો, દુશ્મનોને દબાવો અને નીતિ કે પરલોક જેવી કોઈ ચીજ હૃદયને પીડતી હોય તો તેને પણ ઉખેડી ફેંકી દ્યો.” મુર્શિદખાંએ માણેકચંદ શેઠને બંગાળની ગાદી માટે લલચાવવાની અને રાજનીતિની તાલીમ આપવા માંડી.
બંગાળની સૂબાગીરી મારામાં અધિક શું ઉમેરી શકે એમ છે? સારી યે મોગલ-સલ્તનતમાં એવી કઈ વસ્તુ છે કે જે સોનામહોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org