________________
જગશેઠ
૨૩ બાપુ, મને રજા છે?” આજ્ઞા માગતી હોય તેમ અતિ દીનભાવે પુત્રીએ પૂછયું. | મુર્શિદ-ખાંએ જરા વિચાર કર્યો અને કહ્યું, “તારી પણ જરૂર પડશે. આજે આ માણેકચંદ શેઠ અને તારી પાસે બધો હિસાબ સમજી લેવાનો છે.” પણ કંઈક બીજો તર્ક આવતાં તેણે પોતાનો નિશ્ચય ફેરવ્યો. “કંઈ નહીં, તું જઈ શકે છે.”
પિતા-પુત્રી વચ્ચેની વાતચીત સાંભળી માણેકચંદ શેઠ મુર્શિદખાંની સામે આવ્યા અને હંમેશ પ્રમાણે સલામ ભરી ઊભા રહ્યા.
આજે તો આપ મને સલામ કરો છો, પણ આવતી કાલે મારા જેવા સેંકડો અધિકારીઓ આપના ચરણમાં પોતાનાં શિર ઝુકાવશે. આવતી કાલે આપ બંગાળના શાસક બનશો. બાદશાહ ફરૂખશીયરનું એ જ ફરમાન છે.”
માણેકચંદ શેઠને માટે આ વાત નવીન ન હતી. તેમના મોં ઉપરની એક રેખા પણ ન બદલાઈ કુતૂહલ અને હાસ્યયી દીપ્તિ તેમના વદન મંડળ ઉપર ખીલી ઊઠી.
ગઈ કાલે ન હતો, આજે નથી અને આવતી કાલે જ ફરૂખશીયરના ફરમાનથી બંગાળનો શાસક બનીશ, એમ કોણ કહે છે ? મુર્શિદ-ખાં અને માણેકચંદ વચ્ચે ભેદ ક્યાં છે ? મેં
જ્યારે જયારે મુર્શિદ-ખાંને સલામ ભરી છે, ત્યારે ત્યારે હું પોતે મને પોતાને સન્માનતો હોઉં એમ જ માન્યું છે.”
મુર્શિદ-ખાંનો. આશંકારૂપી અંધકાર, માણેકચંદ શેઠના સરળ હાસ્ય અને સ્વાભાવિક ગાંભીર્ય પાસે ઓગળતો હતો. તેની ઉપર આથી તીવ્ર કિરણ પડ્યાં. મુર્શિદ-ખાંના અંતરમાં જૂની મૈત્રીનો પુન: અરુણોદય થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org