________________
જગશેઠ
૨ ૨ બાપુ, અમે નહોતું જાણ્યું કે આપ અહીં હશો. રોજ અમે આ તરફ ફરવા આવીએ છીએ.” પિતાના સ્નેહથી અજાણી કિશોરીએ ક્ષમાના સ્વરોમાં કહ્યું.
એ સ્વરોમાં પણ પચીસ ઉપર સાંભળેલા સૂરની મીઠાશ રમી રહી. તે જ્યારે યુવાન હતો અને પોતાના આશ્રયદાતાને ત્યાં ઊછરતો હતો, ત્યારે કંઈક આ જ પ્રકારના સૂરના ઘેનમાં તે આખી રાત જાગતો બેસી રહેતો. સામે ઊભેલી કન્યા અને તેની માતામાં આટલું અસાધારણ સાદૃશ્ય જોઈ વર્તમાનકાળ ભૂલી ભૂતકાળની અંધારી છતાં આજે ઊજળી ભાસતી દુનિયામાં વિહરી રહ્યો.
ફરૂખશીયરના ફરમાનથી સંતાપ પામેલો, માણેકચંદ શેઠથી ખીજાયેલો અને ઉમરે પહોંચેલી કન્યાને જોઈ ચિંતાતુર બનેલો બંગાળનો સૂબો કેટલીકવારે ત્યાંથી ઊઠયો. એક જ દિવસમાં તેને પચીસ વરસનો થાક લાગ્યો હોય તેમ અતિ ધીમે પગલે પોતાના દીવાનખાના ભણી ચાલ્યો. પુત્રી પણ પિતાની પાછળ ચાલી.
દીવાનખાનામાં દાખલ થતાં જ મુર્શિદ-ખાંએ માણેકચંદ શેઠને સ્વસ્થપણે બેઠેલા જોયા. જેની સાથે પ્રપંચ રમાયો છે, તેના જ ઘરમાં દગાબાજ આટલી શાંતિથી એકલો બેસી શકે એ તેને અશક્ય લાગ્યું. તેણે દૂર રહીને શેઠની મુખમુદ્રાનું બરાબર નિરીક્ષણ કર્યું. એ જ શાંતિ, એ જ નિષ્કપટ પુણ્યપ્રભાવ અને એ જ મૈત્રીના ભાવો તેના વદન ઉપર લહરતા હતા. વિશ્વાસઘાત આટલો શાંત અને સ્વસ્થ ન હોઈ શકે. આવતી કાલે જેની પાસેથી બંગાળનું સિંહાસન ઝૂંટવી લેવાનું છે, તેના ઘરમાં તેનો જ પ્રતિસ્પર્ધી આ રીતે એકલો અને શસ્ત્રહીન ન આવે. પરંતુ બહારની દેખાતી ભકિકતા એ પણ રમતનો એક પ્રકાર ન હોઈ શકે ? મુર્શિદ-ખાંનું વીર હૃદય મુંઝાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org