________________
જગોઠ
આજે તે એકલો પડ્યો હતો, ગૃહ શૂન્ય ભાસવાથી તે નદીકિનારા ઉપરના પોતાના બાગમાં જરા આરામ લેવા આવ્યો હતો. તેને આજે જેટલા આરામ અને આશ્વાસનની જરૂર હતી, તેટલી કોઈ દિવસ નહીં પડી હોય.
અંતઃપુરમાંથી સાંજના વખતે આમોદ અર્થે બહાર ફરવા નીકળેલી ત્રણ કન્યાઓએ અચાનક મુર્શિદ-ખાંની હાજરી બાગમાં જોઈ અને જાણે કે પાંજરામાંથી છૂટી ગયેલો વાઘ બાગમાં ટહેલતો હોય એવા ભાવથી બે મુસલમાન કન્યા ત્યાં જ ક્યાંક છૂપાઈ ગઈ.
૨૧
એક કન્યા ધીમે ધીમે સંકોચાતા પગલે મુર્શિદ-ખાં પાસે પહોંચવાનો પ્રયત્ન કરી રહી. જ્યોત્સ્વાના પ્રકાશમાં મુર્શિદ-ખાંએ જોયું તો મરતી વખતે માતાએ મૂકેલી નિરાધાર બાલિકા આજે યૌવનને ઉંબરે આવી ઊભી હતી. સોળ સોળ વરસની વસંતની છાપ તેના અંગે અંગે આલેખાઈ હતી. સુકુમાર યૌવનની પ્રતિમા સમી તે, મુર્શિદ-કુલી-ખાંની બરાબર સામે આવી ઊભી હતી. તેની આંખોમાં, પોતાની સ્વર્ગવાસ પામેલી પ્રિયતમાનું આબાદ પ્રતિબિંબ મુર્શિદ-ખાં ઘડીભર જોઈ રહ્યો.
માણેકચંદ શેઠના વિષયમાં વિચારો અને શંકાથી વલોવાતું હૃદય જુદે જ પાટે ચડ્યું. તેને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. ઔરંગઝેબ અંતઃપુરમાં જતી-આવતી એક ઉમરાવની પુત્રી સાથે કેવી રીતે પ્યાર બંધાયો અને બાદશાહના જાણવામાં આવતાં તે કેટલો રોષે ભરાયો, એટલું જ નહીં પણ તે પછી હિંદુ જાતિના ઇતિહાસમાં કેવી જાતનું એક કલંક ઉમેરાયું તે બધું તેના સ્મરણપટ ઉપર તરી આવ્યું. તે જાણે સ્મૃતિપટને બે હાથથી ભૂંસી નાખતો હોય તેમ આંખ આડો હાથ ધર્યો. પશ્ચાત્તાપની એક તીવ્ર જ્વાળા તેના આખા દેહને કંપાવતી પસાર થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org