________________
જગશેઠ
૨૫ અથવા રૂપિયાથી ન ખરીદી શકાય ? અને ગંગાને કાંઠે જ્યાં સુધી મારું મહિમાપુર હયાત છે અને મહિમાપુરની ટંકશાળ આબાદ છે ત્યાં સુધી મારા વૈભવ, મારી સત્તા કે મારા વ્યાપારની સામે ઊંચી આંગળી કરવાની પણ હિંમત કોણ કરી શકે એમ છે ? ફરૂખશીયર પોતે જ એક દિવસે યાચકની જેમ રૂપિયાની ભીખ માગતો આ શેઠને આંગણે નહોતો આવ્યો ? આજે એ બાદશાહ બન્યો છે, પણ હું બરાબર માનું છું કે અમારા ધનથી જ એ રાજમુકુટ ખરીદી શક્યો છે અને જે ઘડીએ આપણે નાણાં મોકલવાનું મોકૂફ કરીએ તે ઘડીએ જ તેનો મુકુટ તેના માથેથી ખસી પડવાનો. રાજકાજમાં નીતિ-અનીતિના વિચારને ભલે સ્થાન ન હોય, પણ અમારા વ્યાપાર અને વહેવાર તો એની ઉપર જ નભે છે. વેપારી જો પોતાની નીતિ ભૂલે તો બીજી જ પળે તે જડમૂળથી ઊખડી જાય.”
“ત્યારે શું તમે ફરમાનને પાછું વાળશો? મુર્શિદ-ખાંની આંખ આશા અને આનંદથી ચમકી રહી.”
એવી ખૂબીથી પાછું વાળીશ કે ફરૂખસીયરને જરાય અપમાન ન લાગે, એટલું જ નહિ, પણ મુર્શિદ-કુલી-ખાં જેવો ઉસ્તાદ, બાહોશ અને સલ્તનતનો અસાધારણ હિતેષી બીજો કોઈ નથી, એવી તેને પાકી ખાતરી થયા વિના ન રહે.” માણેકચંદ શેઠે આ શબ્દો એટલા આત્મવિશ્વાસથી ઉચ્ચાર્યા કે મુર્શિદ-કુલી-ખાં જાણે બીજીવાર બંગાળના સિંહાસને બેસતો હોય એવો ભાસ થયો.
માણેકચંદ શેઠે વધુમાં ખુલાસો કરતાં કહ્યું, “બાદશાહને હું લખી જણાવીશ કે આપનો હુકમ હું માથે ચડાવું છું અને મને મળેલી બંગાળની સૂબાગીરી હું ફરીવાર મુર્શિદ-કુલી-ખાંના મસ્તકે મૂકું છું. મારા કરતાં પણ મુર્શિદ-કુલી-ખાંને હું વધુ યોગ્ય માનું છું. આ પ્રકારનો મારો એકરાર અને અરજ શું બાદશાહ કબૂલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org