________________
જગશેઠ
૨૬ નહીં કરે ? એક હિંદુ ઊઠીને પોતાની સત્તા મુસલમાન અધિકારીને રાજીખુશીથી સોંપવા તૈયાર થાય ત્યારે શું તેને ઓછો આનંદ થશે ? મોગલ સામ્રાજ્યના ઈતિહાસમાં આ પ્રસંગ સોનેરી અક્ષરે નોંધાશે. ફરૂખસીયરને પણ થશે કે પ્રપંચથી છવાયેલા ઘોર અંધકારવાળા વાતાવરણમાં મુર્શિદ-ખાં અને માણેકચંદ જેવા મિત્રો વસે છે અને જ્યાં સુધી આવી મૈત્રી હયાત છે, ત્યાં સુધી બંગાળનો વાંકો વાળ પણ કોઈ કરી શકે એમ નથી. છેલ્લા શબ્દો ઉપર માણેકચંદ શેઠે ખાસ ભાર મૂક્યો. બંગાળની માતૃમૂર્તિ તેમની આંખ સામે ખડી થઈ બંગાળના શ્રેય માટે આ ભોગ કંઈ વિસાતમાં નથી, એવો આંતરિક સંતોષ તેઓ અનુભવી રહ્યા.
“પણ અંગ્રેજ વેપારીઓને જે પરગણા સોપવાનું ફરમાવ્યું છે તેનું કેમ ?” મુર્શિદ-ખાં જાણે એક પાઠ પૂરો કરી બીજો પાઠ ભણતો હોય તેમ પૂછ્યું.
“અંગ્રેજો વેપારીઓ છે, લડવૈયા છે, તેમને દુશ્મન બનાવવા અત્યારે પોસાય તેમ નથી. બાદશાહની આંખે તેઓ પાટા બાંધી શકે છે, અંદર અંદર ખટપટ કરાવી જાણે છે. વખત આવ્યે સહાય પણ આપે છે. એમની સાથે જરા સમાધાની અને ડહાપણથી કામ લેવું પડશે. પરગણાંની માલિકી નહીં, પણ એ ભાગમાં અંગ્રેજી પેઢીના વેપારીઓ વગર જકાતે વેપાર કરી શકે એવી વ્યવસ્થા કરશું.” એટલું કહી માણેકચંદ શેઠ ઊડ્યા. મુર્શિદાબાદનાં નર-નારીઓ જે વખતે આરામ કે આમોદનો ઉપભોગ કરતાં હતાં તે વખતે માણેકચંદ શેઠ કપાળ ઉપરનો પરસેવો લૂછતાં એકલા પોતાના આવાસ તરફ વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org