________________
૨૭.
ફી
,
Oliviele
માણિકદેવી એક દિવસ કહેતાં હતાં કે ભાગીરથીના કિનારે એક મંદિર બંધાય છે. મંદિર પૂરું થયા પછી અમારાથી ત્યાં પગ પણ નહીં મુકાય. તે પહેલાં આપની સાથે આવી બાંધકામ અને યોજના જોઈ લઉં એમ મનમાં થાય છે.” છેલ્લા કેટલાક દિવસો થયા, મુર્શિદ-ખાં પથારીવશ છે. તેની વજ જેવી કાયા વૃદ્ધાવસ્થા અને કેટલીક માનસિક વ્યથાને લીધે પરવશ બની છે. નવું મંદિર મુર્શિદ-ખાંથી ન બંધાય, પણ કોઈ શ્રદ્ધાપૂર્વક મંદિર ચણાવતું હોય તો તેમાં યથાશક્તિ સહાય આપવાની ભાવનાથી તેણે માણેકચંદ શેઠને કહ્યું. - માણેકચંદ શેઠને બે સ્ત્રીઓ હતી. એક માણિકદેવી અને બીજી સોહાગદેવી. એટલું છતાં માણેકચંદને કોઈ સંતાન ન હતું. માણિકદેવી ઉંમરે મોટાં હતાં. તેઓ પરમ ભદ્રિક અને શ્રદ્ધાસંપન્ન હતાં. તેમણે જ શેઠને કહી એક સુંદર જિનમંદિર બંધાવવાની પ્રેરણા કરી હતી. મુર્શિદ-ખાં માણિકદેવીને પોતાની બહેન કરતાં પણ અધિક માનતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org