________________
૨૮
જગશેઠ
શેઠને પૈસાની ખોટ ન હતી. બંગાળના કુશળ શિલ્પીઓને આમંત્રી, મંદિરની યોજના તૈયાર કરી. ભાગીરથીના તીર ઉપર જ, કસોટીના વિરલ શ્યામ પથ્થર વતી આખું મંદિર નિર્માણ કરવાનો નિશ્ચય થયો. પણ એ વખતે બંગાળની શિલ્પકળા આશ્રયદાતાના અભાવે મૂચ્છિત અવસ્થામાં હતી. સૌને પૈસાની જ પડી હતી. આકસ્મિક હુમલા અને લૂંટફાટથી આત્મરક્ષણ શી રીતે કરવું એ ચિંતા જયાં મુખ્ય હોય ત્યાં શિલ્પ કે કળાનો ભાવ કોણ પૂછે ? કલાકારો રાજા કે જમીનદારના અંગભૂત બનવાને બદલે વેઠે પકડાતા અથવા મજૂરી કરીને તેમને પોતાની આજીવિકા ચલાવવી પડતી. એટલું છતાં માણેકચંદ શેઠે પોતાની લાગવગના જોરે શિલ્પીઓને મહિમાપુરમાં બોલાવ્યા. ખર્ચની ચિંતા ન કરતાં સારામાં સારું દેવમંદિર ઊભું કરવાનો આદેશ આપ્યો.
સમસ્ત બંગાળ, બિહાર અને ઓરીસાની મહેસૂલ જગતુશેઠ માણેકચંદને ત્યાં એકઠી થતી અને એ ત્રણે પ્રદેશમાં જગડુશેઠની ટંકશાળના જ રૂપિયા વપરાતા. મુસલમાન લખનારાઓ લખી ગયા છે કે જગત્શેઠને ત્યાં એટલું નાણું હતું કે જો તેઓ ધારે તો ગંગાજીનો પ્રવાહ રોકવા સોના-રૂપાના બંધ બાંધી શકે. બંગાળની જમા થયેલી મહેસૂલ દિલ્હીમાં ભરવા માટે જગશેઠના હાથની એક હૂંડી બસ થતી. મુતમ્મરીનનો લેખક કે જે એ જ જમાનામાં મોગલ-સમ્રાટનો માનીતો હતો તે કહે છે કે હિંદુસ્તાનભરમાં જગતુશેઠની સાથે સરખામણી થઈ શકે એવો બીજો શેઠ કે વેપારી ન હતો. કેટલીય વાર જગતુશેઠના ભંડારો લૂંટાયા, મરાઠાઓએ એકવાર તો એ પેઢીને નિર્દયપણે ચૂસી લીધી, છતાં જગતુશેઠની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ અચળ અને અખંડ રહી. આટલું અમાપ ધનબળ હોય ત્યાં ધર્મમંદિર પાછળ લખલૂટ ખર્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org