________________
જગશેઠ
૨૯ થાય એ સ્વાભાવિક છે. લોકકથા તો એવી છે કે જગતુશેઠે સોનામહોરો વડે જ મંદિરના પાયા ધરવ્યા હતા. બીજી રીતે કહીએ તો એ કસોટીનો પથ્થર જ એટલો દુર્લભ અને દુષ્યાપ્ય હતો કે સોના કરતાં પણ તેની કિંમત વધી જાય. એ મંદિર બંધાયું ત્યારે જગતુશેઠનો ભાગ્યરવિ સહસ્ત્રકળાએ પ્રકાશતો હતો. - કમનસીબે કળાએ લક્ષ્મીને પૂરતો સાથ ન આપ્યો. જે સુવર્ણમુદ્રા ભાગીરથીના જોસબંધ વહેતા પ્રવાહને ખાળવા સમર્થ હતી, તે જ સુવર્ણમુદ્રાઓથી સર્જાયેલા જિનભવનને તે જ પ્રવાહે, થોડા જ સમયમાં પોતાના પેટમાં સમાવવા માંડયું. આજે તે ભગ્ન અવસ્થામાં જગતુશેઠના વંશની લુપ્ત કીર્તિકથા અહોનિશ ઉચ્ચારતું ઊભું છે. જગતુશેઠના ગૌરવ સાથે મંદિરની મનોહરતા પણ માત્ર એક સ્મૃતિરૂપે રહી ગઈ છે.
મુર્શિદ-ખાં એક અગ્રગણ્ય મુસલમાન અમલદાર ગણાવા છતાં મંદિરના નિર્માણમાં આટલો રસ લે એ માણેકચંદ શેઠને આશ્ચર્યકારક લાગ્યું. તેમણે મુર્શિદ-ખાંમાં એક હિંદુ ભક્તને છાજે તેવી પરોપકારિતા, નમ્રતા, સરળતા આદિ સગુણો અનેકવાર અનુભવ્યા હતા, અને એવી માનવતા હિંદુ-મુસલમાનમાં એક સરખી જ હોઈ શકે, એમ તેઓ માનતા. મુર્શિદ-ખાંમાં મુસલમાન સંસ્કૃતિ પરિપાક પામી છે, એમ જગતુશેઠ સમજતા, પરંતુ આજે મંદિરની વાત નીકળતાં જગતુશેઠે સ્નેહભરી, છતાં શંકાશીલ નજરે એવી ઢબે નિહાળ્યું કે મુર્શિદ-ખાં તેનો અર્થ તરત જ સમજી ગયો.
“મુસલમન અમલદાર છું, છતાં શિલ્પ અને કળાના રસથી છેક અજ્ઞાત નથી. મારી બાલ્યાવસ્થા મેં મંદિરોના અભ્યાસ અને દર્શનમાં જ વીતાવી છે. તમે એ હકીકત નથી જાણતા. મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org