________________
જગશેઠ
૩૦
જીવનનું એ પ્રકરણ અણઉકેલ્યું જ રહી જશે અને આજે આટલે વરસે ઉકેલવામાં લાભ પણ શું છે ?” મુર્શિદ-ખાંનો ફિક્કો ચહેરો સતેજ બન્યો. દર્દભર્યા એક દીર્ઘ નિઃશ્વાસ સાથે ભુલાઈ ગયેલી વેદના ફરી અનુભવતો હોય તેમ તેણે છાતી ઉપર નિરાશ હાથ મૂક્યો.
માણેકચંદ શેઠે મુર્શિદ-ખાંની આ પ્રકારની દશા ઘણીવાર જોઈ હતી. પૂછવાનું મન થવા છતાં સ્પષ્ટ શબ્દોમાં પૂછવાની હિંમત કરી શકતા નહીં. આજે તેમનાથી ન રહેવાયું :
રાજકાજની ચર્ચા કરતાં મેં તમને ઘણીવાર અન્યમનસ્ક બનતાં અને અંતરમાં શલ્યની વ્યથા અનુભવતા જોયા છે. આટલી સત્તા, વૈભવ અને સુખનાં સાધનો હોવા છતાં આપ કયા અંશમાં વ્યથિત છો, તે હું મિત્ર હોવા છતાં જાણી શક્યો નથી. કાં તો આપનો એટલો વિશ્વાસ મેળવી શક્યો નથી અથવા તો હું આપને સમજી શક્યો નથી.” મિત્રના દુઃખમાં ભાગ લેવા આત્મા ઊકળતો હોય તેમ માણેકચંદ શેઠે મીઠાશથી કહ્યું,
તૂટુ તૂટુ થતાં સંયમનાં બંધનો ભાંગીને ભૂકો થતાં હોય તેમ મુર્શિદ-ખાંએ કહેવા માંડ્યું :
પુનર્જન્મ તો હિંદુ માત્ર માને, પણ હું એ કરતાં યે એક ડગલું આઘે ગયો છું. એક જ જીવનમાં મેં પોતે પુનર્જન્મ જોયો છે. તમે શ્રદ્ધાથી એ સિદ્ધાંત માનતા હશો, પણ મેં તો મારો જન્માંતર નજરોનજર નિહાળ્યો છે.” પુનર્જન્મ શબ્દ જગતુશેઠને ચકિત કર્યા. શવ્યાવશ બનેલો માનવી નબળાઈને લીધે આકાશમાં ઊડે એ તેમને સંભવિત લાગ્યું. પરંતુ સિપાઈગીરીમાં કુશળ ગણાતા મોગલ અધિકારીના મોમાં આ ચર્ચા અસ્થાને લાગી. જગત્શેઠ કંઈક બોલવા જતા હતા, પણ ખુર્શિદ-ખાં એમનો આશય કળી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org