________________
જગશેઠ તે દિવસની ઘટનાને લોકો જુદાં જુદાં રૂપ આપી, છાની છાની ગુફતેગો કરે છે અને મેં તો એમ પણ સાંભળ્યું છે કે બાવા, ફકીર અને બાઉલોએ તેનાં ગાન રચ્યાં છે અને સરફની દુષ્ટતા તથા આપની ખામોશી ગામડે ગામડે ગવાય છે.” લતીફે કહ્યું.
જગશેઠને આજે અવકાશ હતો. પાસે લાંબી નળીવાળો રૂપેરી હોક્કો પડ્યો હતો. હોકાની નળીમાંથી ધૂમાડાના ગોટા કાઢતાં જગતુશેઠે પૂછયું : “એવી નમાલી વાતો સંઘરી રાખવામાં લોકોને શી મોજ મળતી હશે ?”
લતીફ પોતાનું પાંડિત્ય દર્શાવવાનો લોભ કાબૂમાં રાખી શક્યો નહિ. તે બોલ્યો : “અમારા પર્સીયન સાહિત્યમાં એક વાર્તા છે. તેનો મતલબ એવો છે કે હસન નામનો એક સારો સોદાગર હતો. તે જુવાન હતો. તેના લગ્ન બાદશાહી ઠાઠમાઠથી થવાનાં હતાં. સેંકડો ખાનદાન કુટુંબનાં સ્ત્રી-પુરુષો લગ્નને દિવસે હસનને ત્યાં બીજમાન તરીકે પધાર્યા. ખુદાએ દૌલત તો જોઈએ તે કરતાં પણ અધિક પ્રમાણમાં આપી હતી. ઝળહળતી રોશની, ભાતભાતનાં ખાન-પાન, અત્તર, ગુલાબજળ અને ઢગલાબંધ પુષ્પોની સુવાસથી હસનનું ઘર સ્વર્ગ જેવું બની રહ્યું હતું. સૌની વચ્ચે હસન હસતે મુખડે ફરતો અને નિર્મળ હાસ્યના ફુવારા ઉડાડતો હતો. એટલામાં કમનસીબે હસનનો પાયજામો ઊતરી ગયો અને પરોણાઓ એટલા જોરથી ખડખડાટ હસી પડ્યાં કે હસનને તો ધરતી મારગ આપે તો સંતાઈ જવા જેવું થયું. એ બિચારો એટલો બધો શરમાયો કે એ જ વખતે ત્યાં એક ઘોડો બાંધ્યો હતો, તેની ઉપર સવાર થઈ મારતે ઘોડે ગામ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org