________________
જમશેઠ
20
૬૫
‘“એ વાત તો હવે લગભગ ભુલાઈ ગઈ હશે, કેમ લતીફ?”’ જગત્શેઠે પંદરેક દિવસ પછી કંઈક પ્રસંગ નીકળતાં યાર લતીફને પૂછ્યું.
લતીફ જગત્શેઠનો કુટુંબી જેવો જ બની ગયો હતો. કેટલીય વાર તેણે જગત્શેઠના ઘરબાર અને કુટુંબનું જીવના જોખમે રક્ષણ કર્યું હતું. જગત્શેઠનો તે બહુ જ વિશ્વાસપાત્ર હતો.
લતીફ લડવૈયો હતો, તેવો જ અવકાશને વખતે વાચાળ બની જતો. તેને પોતાનાં પરાક્રમો વર્ણવવાની ટેવ હતી, પણ એ ટેવ કરતાંય વધુ તો પોતે મર્મજ્ઞ અને સાહિત્યવેત્તા છે, એમ બતાવવાની હોંશ રહેતી. જગત્શેઠને તે સાંભળેલા કિસ્સાઓ લહેરથી સંભળાવતો અને એ રીતે શેઠને સલાહ આપવાનું તથા દિલ બહલાવવાનું કર્તવ્ય બજાવતો.
‘દુનિયાનું એ જ દુઃખ છે નામવર! કે જે ભૂલી જવું જોઈએ તે પકડી રાખે છે અને જે યાદ રાખવું જોઈએ તે ભૂલી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org