________________
જગશેઠ
૬૪ સરફ બંગાળની રૈયત અને જમીનદારોની આંખમાં કણાની જેમ ખૂંચતો, જગતશેઠ એટલા જ લોકપ્રિય હતા. સરફને શાસન કર્યું હોત તો બંગાળ અને બંગાળ બહાર તેમની પ્રશંસા થાત. પણ તે વખતે તેમણે મન ઉપર સંયમ રાખ્યો. સામાન્ય શારીરિક સજા કરતાં, જુલ્મગારોની દુનિયા જિંદગીભર યાદ કરે એવી સ્વાભાવિક સજા કરવાનો નિશ્ચય કર્યો અને જાણે કંઈ જ થયું નથી, એમ શાંતિપૂર્વક સરફના પાપગૃહમાંથી પાછા ફર્યા.
જગતુશેઠ જતાં સરફનું, દીપખચિત પ્રમોદભુવન નિસ્તેજ બન્યું. સરફ પણ પોતાના નિષ્ફળ ક્રોધને પરિણામે ઘવાયેલા જેવો પથારીમાં પડ્યો. જિંદગીમાં આ પહેલી જ વાર, ત્રણ મોટા પ્રાંતોનો નવાબ હોવા છતાં પોતે કેટલો નિરાધાર છે, તે સમજ્યો. જગતુ તેને અકારું થઈ પડ્યું. આકાશ અને ધરતી એકાકાર થઈ જતાં હોય તેવી બેચેની અનુભવી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org