________________
૬૩
જગશેઠ
એ ધીરજ અને મીઠાશ માત્ર સપાટી ઉપર જ તરતી હતી, તેમના અંતરમાં એ વેળા વડવાનળ સળગતો હતો. બને ત્યાં સુધી નવાબનું માન જાળવવું અને આ પ્રસંગને કોલાહલ વગર પસાર થવા દેવો, એ તેમની આંતરિક ઈચ્છા હતી.
એમ કરવામાં બીજું એક કારણ હતું. નીરૂ જગતશેઠના આશ્રયે મહિમાપુરના એક મહોલ્લામાં વસતી. જગતુશેઠે એ કન્યા સાથે પોતાના પુત્રનો વિવાહ સંબંધ યોજવાની ધારણા રાખેલી. નિરુપમાના હરણનો પ્રસંગ પ્રસિદ્ધ થાય તો તેમાં પોતાની પણ અપકીર્તિ થોડે ઘણે અંશે થયા વિના ન રહે. ' અર્ધનિદ્રામાં ચાલતો હોય તેમ સરફ જગતુશેઠની સન્મુખ આવી ઊભો રહ્યો. બીજું તો કંઈ બળ ન હતું, પણ કમજોરી સાથે જડાયેલા ગુસ્સાનો છેલ્લીવાર ઉપયોગ કરી લેતો હોય તેમ તેણે જગતુશેઠની સામે હાથ ઉપાડ્યો. “એક તો મારા બાપના એક કરોડ રૂપિયા રાખી બેઠા છો અને ઉપર જતાં આટલી શિરજોરી કરવા આવ્યા છો ?” એમ કહી જગતુશેઠના મોં ઉપર એક લપડાક લગાવી દીધી.
જગશેઠ એ કરતાં પણ વધુ ખરાબ પરિણામ માટે તૈયાર થઈને આવ્યા હતા. એક અબળાનું રક્ષણ કરવા જતાં કદાચ બેપાંચ માણસોનું લોહી રેડવું પડે એમ નીકળતી વખતે માનેલું. શૂળીની સજા કાંટાથી પતી જતી હોય તો આટલું અપમાન મૂગે મોઢે પચાવી લેવું તેમને વધુ ઠીક લાગ્યું.
તેઓ ધારત તો સરફની સાન ઠેકાણે લાવી શકત. સરફ બેફામ અને સાધનહીન હતો. જગડુશેઠ બધી રીતે તૈયાર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org