________________
જગશેઠ
૬૨ તું જઈ શકે છે. તને સહીસલામત પહોંચાડવાનો બંદોબસ્ત કરીને જ હું આવ્યો છું.”
લતીફને બોલાવીને આદેશ આપ્યો : “દસ ઘોડેસ્વાર સાથે નીરૂની પાલખી અત્યારે ને અત્યારે જ મહિમાપુરના ભુવનમાં પહોંચી જાય !”
લતીફ, જગતુશેઠનો સેનાનાયક હતો. બે હજાર ઘોડેસ્વારોનું દળ તેના તાબામાં હતું. એ સૈન્ય અને સેનાનાયકના પગાર જગતુશેઠ તરફથી ચૂકવાતા. દિલ્હીના શહેનશાહની સંમતિથી જ એ સૈન્ય જગશેઠના આદેશને અનુસરતું.
સરફરાજ એક પ્રેક્ષકની જેમ આ દૃશ્ય જોઈ રહ્યો. તેને થયું કે “નવાબ કોણ? જગતુશેઠ કે હું? જગતુશેઠ મારા અંતઃપુરમાં વગર સંકોચે ઘૂસી આવે છે અને ક્ષમાનો એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના, શિકારને નસાડી મૂકે છે, એનો અર્થ તો એટલો જ કે જગત્શેઠ બંગાળના નવાબ છે અને હું તેમના આશ્રિત જેવો છું!” - “મારા અંતઃપુરમાં આવેલી સ્ત્રી લઈ જવાનો તમને કંઈ જ હક્ક નથી !” નિરંકુશ નવાબીનો ભોકતા આખરે એક ફરિયાદીની જેમ બબડ્યો.
નવાબ સાહેબ ! એટલું પણ ન બોલ્યા હોત તો સારું થાત. બંગાળની દીન રૈયત આ બધા અત્યાચાર ભૂગે મોઢે સહી લે છે, ત્યાં સુધી ઠીક છે. બાકી હક્કનું ઘમંડ ભરાયું હોય તો આટલું ચોક્કસ માનજો કે વિનાશને બે દહાડા વહેલો બોલાવશો.” પેઢીમાં ઘરાકને સમજાવતા હોય એટલી ધીરજ અને મીઠાશથી જગતુશેઠે જવાબ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org