________________
જગશેઠ નીકળી ગયો અને ગામ બહાર ગયા પછી પણ શાંત ન રહ્યો. કોસોના કોસો સુધી આગળ નીકળી ગયો.”
હસનની કમનસીબી સાંભળી જગશેઠના ગંભીર મુખ ઉપર સ્મિત ફરક્યું. “બિચારો શરમાળ જુવાન ! પરોણાઓની મશ્કરીનો ભોગ થઈ પડ્યો !” જગતુશેઠના મુખમાંથી આપોઆપ ઉદ્ગાર નીકળી ગયા.
પણ નામવર ! મૂળ વાત તો હજી આવે છે.” લતીફ જરા અધીરો થતો હોય તેમ બોલ્યો.
બરાબર એ જ વખતે હાજી અહમદ અને રાય રાયાન પધાર્યા. જગડુશેઠે તેમની સામે બે ડગલાં ચાલી તેમનું સન્માન કર્યું.
આપની યુક્તિ આબાદ ફતેહમંદ નીવડી, એ સારુ આપને મુબારકબાદી આપવા ખાસ આપની રૂબરૂ આવ્યો.” જગશેઠની પડખે ગાદી ઉપર બેસતાં હાજી અહમદે કહ્યું, હાજી અહમદ અજીમાબાદનો સૂબો હતો, તે જગશેઠની કૃપાથી બંગાળનો નવાબ બનવાની મહત્ત્વાકાંક્ષા રાખતો.
જગતુશેઠે કંઈ જવાબ ન આપ્યો. માત્ર આગ્રહપૂર્વક તેની સામે જોઈ રહ્યા. લતીફને તો જાણે લોઢાના પાયે પનોતી બેસતી હોય એવી વ્યથા થઈ.
“હકીકત એવી છે કે દિલ્હીથી છેલ્લા સમાચાર આવી ગયા છે. નાદીરશાહની છાપવાળા આપણા સિક્કાથી તે એટલો બધો ખુશખુશાલ થઈ ગયો કે તેણે બંગાળ તરફ સવારી વાળવાનું એકદમ માંડી વાળ્યું અને શહેનશાહ મહમદશાહની સલ્તનતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org