________________
જગત્શેઠ
૬૮
આવા બાહોશ તથા બહાદુરીની કદર કરનારા મહાજનો છે, એમ જાણી તેણે બાદશાહ સાથે મૈત્રી બાંધી અને જે તાજ નાદીરના પોતાના માથે મુકાવો જોઈએ તે તાજ તેણે ભર દરબારમાં આપણા બાદશાહને માથે મૂક્યો. ખુદ બાદશાહના હજુરિયાઓ આ વાત લાવ્યા છે કે જગત્શેઠની કુશળતા ઉપર શહેનશાહ મહમદશાહ આફરીન બન્યા છે.' હાજી અહમદના મુખથી આ સમાચાર સાંભળી જગત્શેઠના મોં ઉપર સંતોષ અને પ્રસન્નતા છવાયાં. નાદીરશાહની લૂંટમાંથી બંગાળ બચી ગયું. એમાં જાણે જીવનની એક સાર્થકતા સિદ્ધ થઈ હોય એટલો આત્મપ્રમોદ અનુભવ્યો.
“અમારી વાત પૂરી થાય છે. આપ ખુશીથી આગળ ચલાવો.'' રાય રાયાને યાર લતીફ તરફ દષ્ટિપાત કર્યો.
“બેઅદબી માફ કરજો, પણ લતીફને એની વાત પૂરી કરવાની તક મળવી જોઈએ’” બંગાળના બંને અધિકારીઓને ઉદ્દેશી જગત્શેઠે આછાં સ્મિત સાથે ઉચ્ચાર્યું.
‘“કઈ વાત !’” અહમદે ઉત્સાહથી પૂછ્યું.
“એ કંઈક હસનની વાત લાવ્યો છે. તમે પણ સાંભળી શકશો.'' જગત્શેઠે કહ્યું.
“ઓહો ? હસનના પાયજામાવાળી ?' હાજી અહમદની દાઢી અને મૂછથી ઢંકાઈ ગયેલા મોંમાંથી ખડખડાટ હાસ્ય છૂટ્યું.
કહ્યું.’
‘“હાં, નામવર ! લતીફે જૂના દોર સાથે નવો તાર સાંધતાં ’’ ‘‘હસન તો બેઆબરૂમાંથી બચવા દેશ છોડીને ચાલ્યો ગયો. ઘરબાર દોલત તજી અતિ દૂરના બીજા શહેરમાં જઈ વસ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org