________________
જગશેઠ
ત્યાં પણ કુદરતે તેને સારી યારી આપી. લાખો રૂપિયા કમાયો. દસ-પંદર વરસે પાછો દેશમાં આવવાનો વિચાર કર્યો.” એણે માન્યું કે હવે લોકો એ વાત ભૂલી ગયા હશે. જે ગામમાંથી પહેરેલે કપડે નાઠો હતો, તે જ ગામમાં પાછો આવ્યો. સાંજ થઈ ગઈ હતી. સીમ અને ખેતરમાં ગયેલા મજૂરો પાછા ફરતા હતા. એટલામાં મજૂર જેવી બાઈઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત થતી તેણે સાંભળી –
બહેન ! આ છોકરાની ઉંમર કેટલી હશે ?” એક બાઈએ બીજી બાઈને પૂછયું.
““ઉંમરની તો ખબર નથી, પણ જે દિવસે હસનનો પાયજામો ઊતર્યો અને નાઠો એ દિવસે તેનો જન્મ થયો છે. તે જ વરસ ગણી લે !” બીજી બાઈએ જવાબ આપ્યો.
આ વાતચીત સાંભળતાં જ હસનનું મોં ઊતરી ગયું. એ બિચારો એ જ રાતે ગામમાંથી પાછો ફર્યો અને વતનમાં આવીને રહેવાનો વિચાર કાયમને માટે માંડી વાળ્યો, હજુર ! લોકવાયકા તો કોઈ અજબ જેવી ચીજ છે. પૃથ્વીના પડ ઉપરની વસ્તુ ભૂંસાય પણ એક વાર લોકજીભે ચડેલી ચીજ કોઈ કાળે ભૂંસાતી નથી. લતીફ જાણે મૂળ સૂત્ર ઉપર મોટું ભાષ્ય રચી રહ્યો હોય, એવા અભિમાનથી જંગશેઠ સામે નિહાળતો બોલ્યો.
લોકો ભૂલતા તો નથી, પણ ઊલટા તેની સાથે સાલવારી શરૂ કરે છે. ખરેખર દુનિયા એક અજાયબ વસ્તુ છે.” લતીફને ઉત્તેજન આપતાં જગતુશેઠે ઉમેર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org