________________
જગત્શેઠ
૭૦
હાજી અહમદ ચકોર માણસ હતો. પ્રસંગનો લાભ લેવાની તેની શક્તિ તથા બુદ્ધિ ખૂબ કેળવાઈ હતી. મૂળ તો એ શુજાઉદ્દીનના આશરે આવીને રહેલો. હાજી અહમદનો ભાઈ અલીવર્દીખાં કરીને હતો. તે પણ શુજાના વખતમાં એક મામૂલી સિપાઈ હતો. બંને ભાઈઓ બુદ્ધિબળ અને બાહુબળના પ્રતાપે જુદા જુદા પ્રાંતના સૂબા બન્યા હતા. અલીવર્દીખાં પટણાનો સૂબો હતો અને હાજી અહમદ અજીમાબાદનું શાસનતંત્ર ચલાવતો.
‘લોકો અતિશયોક્તિ કરે એ ખોટું, બાકી બંગાળના દરબારમાં એવો કયો અમલદાર કે જાગીરદાર છે, જેનું સરફરાજે ખુલ્લું અપમાન ન કર્યું હોય ?'' હાજી અહમદે એ રીતે ચકમકનો એક તણખો પાડ્યો. તેને ખાતરી હતી કે જગત્શેઠ જેવા અધિકારીઓના આત્મામાં પ્રકોપનો જે દારૂ દબાઈ રહ્યો છે, તે ધીમેધીમે સળગી ઊઠવો જોઈએ.
રાય રાયનાનું પણ એક વખતે આ કરતાં ય વધુ આકરું અપમાન થયું હતું. તે જરા તત્ત્વજ્ઞાનીની ભાષામાં બોલ્યો, ‘‘વસ્તુતઃ સરફરાજ પોતે જ પોતાની કબર ખોદી રહ્યો છે. અમલદારોને અપમાની એ કેટલા દિવસ બંગાળની નવાબી ભોગવી શકવાનો હતો ? બધાં અપમાનો જ્યારે એકી સાથે બળ કરશે ત્યારે સરફ આપોઆપ ઉથલી પડશે.”
એ આઘાત જગશેઠના અતિ આળા ભાગ ઉપર પડતા હતા. મહાન પુરુષોને અપકીર્તિ મૃત્યુના સહોદર જેવી જ લાગે છે. જગત્શેઠ એ નબળાઈથી પર ન હતા. તેઓ માણસ હતા અને સ્વાભાવિક મહત્તા તેમને સ્વયં વરી હતી. સરફ જેવો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org