________________
જગશેઠ
૭૧ વિષયી દુર્બળ નવાબ તેમનું અપમાન કરે, જગતશેઠના મહિમાપુરના મહોલ્લામાંથી તેમની જ આશ્રિત એક કન્યાને ઉપાડી જાય અને એનો પશ્ચાત્તાપ કરવો તો એક બાજુએ રહ્યો, પણ ઊલટો સામે ધસી આવી શિંગડાં માંડે એ તેમને માટે અસહ્ય થઈ પડ્યું હતું. એટલું છતાં નવાબોની સાથે પરાપૂર્વથી જે સદ્ભાવ ચાલ્યો આવે છે, તેમાં અવિચાર કે ઉતાવળને અંગે વિક્ષેપ ન પડે એ પણ તેમને જોવાનું હતું. તેઓ આ અપમાનનું ઝેર પી જવા પ્રયત્ન કરી રહ્યા હતા. પંદર પંદર દિવસ થયા, પણ એ ઝેર ન પચ્યું. “જગડુશેઠને સરફે લપડાક મારી કાઢી મૂક્યા. જગશેઠની પુત્રવધૂ ઉપર અત્યાચાર થવા છતાં જગશેઠ ફતેહચંદ લમણે હાથ મૂકી બેસી રહ્યા. સરફને જગત્શેઠનું છૂપું ઉત્તેજન ન હોય તો આમ બને જ નહીં.” એવી એવી કોઈ પાર વિનાની ચિત્રવિચિત્ર વાતો ઘાટે, વાટે ને ચૌટે ચાલતી હતી. લતીફે તો હસનની વાર્તા પ્રાસ્તાવિક રૂપે કહી, પણ જગતુશેઠ જોઈ શક્યા કે આનો પ્રતિકાર સમયસર નહીં કરવામાં આવે તો જગતુશેઠના વંશના કપાળે એક એવું કલંક ચોંટશે કે જે કોઈ દિવસ નહીં ભૂંસાય. આટલી જાહોજલાલી, આટઆટલી લાગવગ એ સર્વ આ કલંકમાં દબાઈ જશે. કીર્તિ કરતાં કલંક વિરાટ રૂપ ધરશે.
લતીફ, હાજી અહમદ અને રાય રાયાનની વાતોમાંથી પણ જગડુશેઠે એ જ સાર ખેંચ્યો. “સરફ સરખા મચ્છરને મસનદ ઉપરથી ઉડાડવો એ જગતુશેઠને માટે કઈ મોટી વાત હતી ?” વડવાનલની જેમ એ પ્રશ્ન જગતુશેઠના અંતસ્તલને ખળભળાવી રહ્યો. હુક્કાની નળી હાથમાંથી સરી પડી. મોં ઉપર વિલસતા શાંતિ, સ્થિરતા અને વિનોદના ભાવો ધીમે ધીમે અદૃશ્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org