________________
જગશેઠ
૭૨ સરફ એક કરોડ રૂપિયા મારી પાસે લેણા કાઢે છે, એ વાત પણ તમે સાંભળી તો હશે.” અપ્રિય પ્રકરણના પાના પલટાવી નાખવાની ઈચ્છાથી જગશેઠ બોલ્યા.
“એ બહાને એક કરોડ મળી જતા હોય તો ખોટું શું? એની બદદાનત તો પગલે પગલે ખુલ્લી પડે છે. હાજી અહમદે ઉચ્ચાર્યું
મારે એના કરોડ રૂપિયા રાખીને શું કરવું છે? એવા ખોટા આળ ન મૂકતો હોય અને સીધી રીતે માંગતો હોય તો તેને કોણ ના પાડે છે ? એનામાં માણસાઈ હોત તો આ ટંકશાળ એની નહીં તો બીજા કોની છે ?” પિતા, પુત્રને ઉદેશી વાત કહેતો હોય એવી સ્થિર ગંભીર ઢબે જગતુશેઠે અંતરનો ઉભરો ઠાલવ્યો.
એ જ બધા દુઃખનું મૂળ છે, નામવર !” લતીફ આશ્વાસન આપતો બોલ્યો.
વિનોદથી આરંભાયેલ વાત વિષાદના પહેલા પગથિયા સુધી આવી પહોંચી. સરફ સામે ઠેરઠેર અસંતોષ ફાટી નીકળ્યો છે, એનો આ એક સબળ પુરાવો હતો. સમયસર ચેતવામાં ન આવે તો રખે બંગાળ વિદ્રોહનો ભોગ થઈ પડે. દુશ્મનોનાં આક્રમણ કરતાં પણ આ આંતરવિગ્રહ બંગાળને હજારગણો વધુ કંગાળ બનાવી દે. ગ્રામના મેયર શૌતના બંગાલ-જનની ફરી સૈકા-બે સૈકા સુધી પગભર બની શકે નહીં. જગત્શેઠના મનમાં આ પ્રમાણે ચિંતાનું તુમુલ તોફાન ચાલી રહ્યું.
બંગાળના બધા મુખ્ય જમીનદારોને બોલાવી, તેમની સલાહ લઈ કંઈક રસ્તો તો શોધવો જ પડશે.” અનુક્રમે હાજી અહમદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org