________________
જગશેઠ અને રાય રાયાન ભણી જોઈ જગશેઠે ઉપસંહાર કર્યો.
જમીનદારો અને રૈયત માત્ર આપને જ ઓળખે છે. આપનો નિર્ણય એ જ સમસ્ત બંગાળનો નિર્ણય. કોઈ એવો જમીનદાર નથી, રૈયતનો કોઈ એવો મુખી નથી કે જે આપના ઉપકાર નીચે નહીં દબાયો હોય. વરસતી ચાંદની જેવી આપની કરુણા મહેલથી માંડી ગરીબની ઝૂંપડી સુધી પહોંચી ચૂકી છે. લોકો તો માને છે જ કે બંગાળનો ઉદ્ધાર આજે નહીં તો કાલે, આપના હાથે જ યોજાશે. આપ શાંત છો એટલે જ બંગાળ શાંત છે. આપ જે દિવસે બહાર આવી એક પડકાર માત્ર કરશો તે દિવસે હજારો બંગાળીઓ મેદાનમાં આવી ઊભા રહેશે.” હાજી અહમદ આગળ બોલે તે પહેલાં જ જગતુશેઠ બોલી ઊઠ્યા :
મારે વિદ્રોહ નથી જોઈતો. બંગાળનું એક તરણું પણ ન દુભાય એવી રીતે મારે રાજપલટો લાવવો છે. એટલે જ આપણે સૌએ સાથે બેસીને વિચાર કરવો જોઈએ.” જગતુશેઠની આ સૂચના સાથે સૌ સંમત થયા.
પર કો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org