________________
જગશેઠ
૭૫ જોતજોતામાં એક પછી એક પંદર-વીસ જેટલી નૌકાઓ આવી, ઘાટ પાસે ઊભી રહી. મહિમાપુરના ઘાટે ઘણીવાર આવી નૌકાઓની ભીડ જામતી. જમીનદારોની સમૃદ્ધિ અને કલાપ્રિયતા આ નૌકાઓમાં પણ સ્પષ્ટ દેખાઈ આવતી. કોઈ મયૂર આકારે, કોઈ ગરૂડ આકારે તો કોઈ દેવવિમાનના અનુકરણે રચાયેલી નૌકાઓ ભાગીરથીના તટને દીપાવતી.
મહિમાપુર પણ રોજ કરતાં આજે કંઈક વધુ ગંભીર હતું. જગતુશેઠના વિશાળ મંત્રણાભુવનને પહેલેથી જ રાજભુવનની ઢબે શણગારવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં જે પ્રાસાદ અસંખ્ય અરજદારો અને કરજદારોથી ભરપૂર રહેતો, તેમાં આજે જુદી રોનક દેખાતી હતી. ક્રમે ક્રમે બંગાળ, બિહાર ને ઓરિસાના લગભગ બધા મુખ્ય જમીનદારો જગડુશેઠના મંત્રણાગૃહમાં પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા. જગશેઠ ફત્તેહચંદનું આગમન થતાં સૌએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું.
જગડુશેઠ જમીનદાર ન હતા, જમીનદારોના એકલા આધારરૂપ હતા. સૌને રાજકર ભરવા જગશેઠને ત્યાં વખતોવખત આવવું પડતું અને હવે તો કર પણ એટલા વધી પડ્યા હતા કે કર પૂરતી રકમ એકઠી કરતાં જમીનદારો નાકલીંટી ખેંચતા. વખતસર કર ન ભરી શકે એમને માટે સજાઓ પણ એટલી જ સખત હતી. એક અંગ્રેજ લેખક કહે છે કે મુર્શિદાબાદની પાસે એક ઊંડી ખાઈ તૈયાર કરવામાં આવી હતી અને તેમાં દુર્ગધ મારતા પદાર્થો ભરવામાં આવ્યા હતા. જે કોઈ જમીનદાર કે ખેડૂત સમયસર રાજકર ન ભરે તેને એ ખાઈમાં ડુબાડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org