________________
જગશેઠ
૭૬ આવતો. મુસલમાન અમલદારો આ ખાઈને “હિંદુઓનું વૈકુંઠધામ” કહેતા. આ વૈકુંઠધામની શિક્ષામાંથી એક માત્ર જગશેઠ જ બચાવી શકતા. જમીનદારો વૈકુંઠધામનું નામ સાંભળતાં જ કંપી ઊઠતા.
બંગાળના જમીનદારોમાં હિંદુઓ હતા, તેમ મુસલમાનો પણ હતા. ઢાકા, પુર્ણિયા, પટણા, રાજશાહી તથા બર્દવાનના પ્રતિનિધિઓ આ મંત્રણામાં ખાસ ભાગ લેવા મહિમાપુર આવ્યા હતા. મંત્રણા સંબંધી એક અક્ષર પણ બહાર ન જાય તે સારુ સંભાળપૂર્વક સાવચેતી રાખવામાં આવી હતી. મહિમાપુરનું વાતાવરણ ચિંતા અને ગાંભીર્યથી ઓતપ્રોત બન્યું હતું.
“બંગાળના આજના નવાબ વિશે આપના વિચારો જાણવા મેં આપ સૌ ભાઈઓને અહીં આમંત્ર્યા છે. તકલીફ તો જરૂર પડી હશે, પણ હું મારા એકલાને શિરે જવાબદારી લેવા તૈયાર ન હતો. જમીનદારોનું હિત જળવાય, યતની શાંતિ અબાધિત રહે અને સૌને સામાન્ય એવી અડચણોનો ઉકેલ થાય તે સારુ આપણે એકવાર એકઠા થવાની જરૂર હતી.” જગશેઠે મંગલાચરણ કર્યું
જમીનદારોના જીગરમાં, સરફરાજ સામેનો અસંતોષ ધુંધવાઈ રહ્યો હતો, તે હુતાશના રૂપમાં પ્રગટી નીકળ્યો.
મહેસૂલ પણ માંડ માંડ ભરી શકીએ છીએ ને તે ઉપરાંત “નજરાણા મોકરબી, જારમાથટ, માથટ, ફીલખાના, આબવાબ ફોજદારી” જેવા ખાસ કરો ગરીબ રૈયતના બરડા ઉપર ચામડે મઢેલા ચાબૂકનું કામ કરે છે. જમીનદારોની ખાતરે નહીં તો મૂંગી રૈયત ખાતર બંગાળની ગાદી ઉપર દયાળુ નવાબને બેસાડવો જોઈએ.” ઢાકાના પ્રતિનિધિએ પોતાનો અભિપ્રાય ઉચ્ચાર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org