________________
૧૨૨
જગશેઠ ક્યારનો યે થઈ ચૂક્યો હતો. સિરાજની આસપાસ ક્લાઈવ, વોટસ, મોં. લો, અમીચંદ, માણેકચંદ આદિ પાત્રો ખેંચાઈ આવ્યા. ઈ.સ.૧૭૫૭ના જૂન માસની તા.૨૩મીએ પલાસીના મેદાન ઉપર છેલ્લું દૃશ્ય ભજવાયું. એ દશ્ય “પલાસીનું યુદ્ધ" નામે પ્રસિદ્ધ થયું.
એ યુદ્ધના અંગ્રેજ વિજેતા ક્લાઈવનાં યશગાન અંગ્રેજ લેખકોએ લલકારી લલકારીને ગાયાં છે. પણ પહેલેથી જ મીરજાફરે અને અમીચંદે ક્લાઈવને સિરાજનો વિશ્વાસઘાત કરવાની ખાતરી ન આપી હોત તો પલાસીનો આજનો અંગ્રેજ વીર પલાસીના મેદાનમાં પગ મૂકવાની પણ હિંમત ન કરી શક્યો હોત. મીરજાફર ને રાયદુર્લભના સૈન્યની પરવા કર્યા વિના, સિરાજનો એક માત્ર વિશ્વાસુ સરદાર મીરમદન જ્યારે અંગ્રેજ સેના સામે તોપના ગોળા છોડી રહ્યો હતો, ત્યારે પણ લાખો આંબાઓથી છવાયેલી આમ્રઘટામાં છુપાયેલો ક્લાઈવ પ્રૂજતો હતો. મીરજાફરે તેને સ્પષ્ટ શબ્દોમાં કહી રાખ્યું હતું કે “અમે તો માત્ર યુદ્ધનો દેખાવ જ કરશું, તમારે કોઈ રીતે ગભરાવાનું નથી, છતાં તેનું વૈર્ય પીગળતું હતું. આજે તેના વીરત્વની યશગાથા ગવાય છે, કીર્તિસ્તંભો સ્થપાય છે. સિરાજ કાયર અને ભીરુ મનાય છે. પરંતુ સ્વતંત્ર ભારતનો ઇતિહાસ રચાશે ત્યારે ક્લાઈવનાં ગીત કંઈક જુદા જ રાગમાં ગવાશે.
પ્લાસીના યુદ્ધ પછી પહેલી સભા જગશેઠને ત્યાં મળી. ક્લાઈવ અને મીરજાફર જગત્શેઠ પ્રત્યે બહુમાન રાખતા, પણ બહારના ભપકા કે વાગાડંબરથી જગતુશેઠ છેતરાઈ જાય એવો સંભવ ન હતો. સિરાજ પણ, છેલ્લા એક અપવાદ સિવાય, જગશેઠનું માન બરાબર જાળવતો. અંગ્રેજ અમલદારો તો “જગતુશેઠની સલાહ લીધા વિના કોઈ પણ કાર્ય ન થવું જોઈએ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org