________________
જગશેઠ
૧૨૩ એવી દરેક પ્રસંગે આગ્રહયુક્ત ભલામણ કરતા અને પૈસા સંબંધી લેણ-દેણમાં તો જગતુશેઠની દરમ્યાનગીરી હોવી જ જોઈએ, એમ તેઓ વારંવાર કહેતા. એટલું છતાં એ અંગ્રેજ અમલદારો જ જગતુશેઠની ટંકશાળ બંધ કરાવવા અને પોતાની ટંકશાળ ચાલુ કરવા છૂપા પ્રયત્નો કરી રહ્યા હતા, એ વાત જગશેઠના લક્ષ બહાર ન હતી. સિરાજ-ઉદ્-દૌલા જ્યારે જ્યારે મોટી લડાઈઓ લડ્યો છે, ત્યારે ત્યારે તે પણ જગડુશેઠ અને તેમના સૈન્યની સહાય લીધા વિના નથી રહ્યો. બહારના આ બધા વિવેક અને વાહ-વાહના બારીક પડદા પાછળ કેવી કૂટનીતિ ક્રીડા કરતી હોય છે, તે જગતુશેઠ સ્વાનુભવથી જોઈ શક્યા હતા.
સિરાજ પછી મીરજાફર જ મસનદ ઉપર આવવો જોઈએ, એમ સૌ માનતા. કારણ કે મીરજાફરે જ જગશેઠને કારાગ્રહના બંધનમાંથી માનપૂર્વક છોડાવ્યા હતા. મીરજાફરની આખી જિંદગીમાં જો કોઈ સારો ભાગ હોય તો એટલો જ. એ એક જ કર્તવ્ય તેણે એવું કર્યું કે જેથી તે બંગાળના દિલમાં થોડું પણ સ્થાન મેળવી શક્યો. અલીવર્દી-ખાંના સમયમાં એક-બે વાર મીરજાફરની કસોટી થઈ હતી અને તેમાં કંચનને બદલે કથીર રૂપે જ પુરવાર થયો હતો. મેદિનીપુરના મેદાનમાં, મરાઠાઓ
જ્યારે બંગાળી સૈન્યમાં હાહાકાર વર્તાવી રહ્યા હતા, ત્યારે આ સિપાહસોલાર-મીરજાફર, વિલાસના તરંગમાં તણાતા હતા. આતા ઉલ્લા અને મીરજાફરે મળી અલીવર્દી સામે કાવતરું રચેલું, એ વાત પણ બંગાળના રાજદ્વારીઓથી અજાણી ન હતી.
પલાસીનું યુદ્ધ પતી ગયા પછી ઉપરાઉપરી ત્રણ દિવસ, જગતુશેઠના મહિમાપુર-ભવનમાં મંત્રણા ચાલી. જગતુશેઠે પ્રસંગોપાત કહી દીધું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org