________________
જગત્શેઠ
૧૨૪
“જે રાજનીતિ સાથે અસંખ્ય માણસોનાં જાન-માલ અને સુખ-દુ:ખ સંકળાયેલાં હોય તેનો નિર્ણય કરતી વખતે વ્યક્તિગત ઉપકાર કે અપકારની વાત એક કોરે જ રાખી મૂકવી જોઈએ. સિરાજ હજી મરી ગયો નથી, બંગાળની જનતા કોને માથે રાજમુગટ મૂકવા માગે છે, તે નક્કી કરવાની જવાબદારી આપણી ઉપર આવી પડી છે.’’
જમીનદારો માનતા કે જગત્શેઠ પોતે જ મીરજાફરને માટે આગ્રહ કરશે અને જગત્શેઠના અવાજમાં બીજાના અવાજ ડૂબી જશે, પણ એમની એ ધારણા ખોટી પડી. જગત્શેઠ મધ્યસ્થતામાંથી એક તસુ પણ ન ખસ્યા.
પહેલા દિવસની સભા મુલતવી રહી. બીજે દિવસે પણ ખૂબ ચર્ચા ચાલી. નદીયાના મહારાજા કૃષ્ણચંદ્રે પોતાના દીવાન કાલિપ્રસાદસિંહને ખાસ આ મંત્રણામાં ભાગ લેવા ૨વાના કર્યા. પરંતુ કોકડું એટલું બધું ગુંચવાયું હતું કે દીવાન કાલીપ્રસાદસિંહ પણ કંઈ ચોક્કસ નિર્ણય આપી શક્યા નહીં.
ત્રીજે દિવસે મહારાજા કૃષ્ણચંદ્ર પોતે આવ્યા. રાજશાહીની મહારાણી ભવાની કે જે અર્ધ-બંગેશ્વરી તરીકે સારાય બંગાળમાં પૂજાતી, તેમણે પણ પોતાનો સંદેશ પાઠવ્યો. એ સંદેશો આજે પણ ઇતિહાસમાં અમર રહી ગયો છે.
‘‘બંગાળનું ભાગ્ય વિદેશી વેપા૨ીઓના હાથમાં મૂકવાની જો કોઈ ભલામણ કરે તો તેને આ સાથે મોકલેલું સિંદુર, ચુંદડી અને બંગડી મારા વતી આપજો.
""
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org