________________
૧ ૨૧
જશેઠ
જગશેઠ છૂટીને ઘેર આવ્યા. મીરજાફરે મૈત્રીનો સ્વાંગ પહેર્યો. શૌકતજંગ પૂર્ણિયાના મેદાનમાં શરાબ ને સંગીતની સોડમાં સદાને માટે સૂતો. ઘસીટા-બેગમ સિરાજની મા પાસે અંતઃપુરમાં આવી વૈધવ્ય પાળી રહી. એ રીતે પ્રલય જગવનારાં તોફાની વાદળાં એક પછી એક વિખરાતાં ચાલ્યાં, સિરાજની શઢવિહોણી નૌકા મધદરિયે ડૂબવાને બદલે અનુકૂળ પવનના યોગે કિનારે પહોચે, એવી આશા બંધાઈ. પણ આ બધું સીધી ગતિએ, ગણિતના દાખલાની જેમ ચાલે તો ઈતિહાસ કેવો નીરસ ને શુષ્ક બને ?
એટલે જ ભારતની ભાગ્યવિધાત્રીએ ધીમે ધીમે ચાલતાં ઘટનાચક્રોમાં વીજળીનો વેગ પૂર્યો. અઢારમી સદીનો અંત જેમ જેમ નજીક આવતો ગયો, તેમ તેમ મધ્યયુગના અંધકારને ઉલેચી નાખવા તે કમર કસીને કામ કરવા મંડી ગઈ !
પ્રકૃતિની એ ભીષણ લીલામાં સિરાજ સપડાયો. તેણે સરદારો, સૂબાઓ, અંગ્રેજી, ફ્રેંચો અને વેપારીઓ સામે સમાધાની અને સંધી કરવાના તનતોડ પ્રયત્નો કર્યા. પણ કરુણાંત નાટકનો આરંભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org