________________
જગશેઠ
૧૦૪ પુત્રીરૂપે જન્મી એ જ મારો વાંક અને એ વાંકની ખાતર સિરાજ અમારા ખજાના લૂંટે, અમારા માણસોને કૂતરાના મોતે રહેંસી નાખે અને એમ છતાં આપના જેવા સમર્થ પુરુષોના પેટનું પાણી પણ ન હાલે !” આટલું કહેતામાં બેગમની પાંપણો આંસુથી ભીંજાઈ. તેના પતિનો ભંડાર, સિરાજે પૈસાના લોભે લૂંટ્યો હતો અને બેગમના પોતાના એક વિશ્વાસુ કારભારીનો શિરચ્છેદ કર્યો હતો, એ બંને પ્રસંગોનું સ્મરણ થતાં તેને રોવું આવ્યું.
આક્રોશ અને અભિમાન જ્યાં નિષ્ફળ નીવડ્યા ત્યાં આ આક્રદે વિજય વર્તાવ્યો ! મહતાબચંદની સહાનુભૂતિ પીગળવા લાગી.
“નવાજેસને બંદગી, ખેરાત અને મૌન સેવાના ક્ષેત્રમાંથી ખેચી, બંગાળની મસનદ ઉપર બેસાડવો, એ તેની ઉપર જુલમ ગુજારવા જેવું નથી ? એવા ફકીર પુરુષથી અત્યારના વિકટ સંયોગોમાં ત્રણ મોટા પ્રાંતોનો કારભાર થઈ શકશે ? એનું હૃદય પુષ્પ જેવું કોમળ છે, પણ વજ જેવો હાથ જોઈએ તે ક્યાંથી લાવશો ?” મહતાબચંદ, ઘસીટા-બેગમના પતિ નવાજેસ મહમદને ઓળખતા હતા. એની ઉદારતા, આતિથ્યસેવા, ભદ્રિકતા અને શાંતિપ્રિયતા ઘેર ઘેર ગવાતી હતી. તે ઢાકાનું રાજતંત્ર પણ બરાબર ચલાવી શકતો નહીં, તેથી જ તે રાજધાની મુર્શિદાબાદમાં આવીને રહ્યો હતો. સાધુઓ, ફકીરો, ભિક્ષુકોની સેવાભક્તિમાં જ તે પોતાના દિવસો ગાળતો.
“નવાબો જનમતા નથી, તમારા અને મારા જેવા જ તૈયાર કરે છે. દિલ્હીનું ફરમાન નવાજેસને મેળવી આપો અને જુઓ કે આજનો નવાજેસ અલીવર્દી કે મુર્શિદને ભુલાવે છે કે નહીં ? બેગમે જગતુશેઠને આટલી મોટી રાતે શા સારુ બોલાવ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org