________________
જગશેઠ
૧૦૫ તે ભેદ ખુલ્લો થયો. મહતાબચંદ દિલ્હીના શહેનશાહને ભલામણ કરીને બંગાળની નવાબીનો પરવાનો મેળવી આપે એ સિવાય મંત્રણાનો બીજો કંઈ અર્થ ન હતો.
“પૂર્ણિમાનો શૌકતજંગ પણ એ જ ખટપટ કરી રહ્યો છે, સિરાજ, શૌકત અને નવાજેસ એવા ત્રણ પક્ષો પડી જશે. દારૂડિયાના દાવ જેવી રમત મંડાશે. એમાં કોઈનું ભલું નહીં થાય.” મહતાબચંદે પોતાનો અભિપ્રાય આપ્યો.
“ખરું, પક્ષોથી બીવાનું નથી.” દીવાલ પણ ન સાંભળી શકે એટલી ધીમાશથી બેગમે કહ્યું : “આપણો પક્ષ જેટલો બળવાન છે, તેટલો બીજા કોઈનો નથી. જાણો છો કે ઢાકાનો અમારો રાજવલ્લભ, છ છ મહિના થયા કેટલી અને કેવી તૈયારીઓ કરી રહ્યો છે ? એનો સગો ભાઈ આજે કલકત્તામાં જઈ વસ્યો છે, ત્યાં તે અંગ્રેજોની મદદ મેળવશે. સિરાજ એને પકડવા માંગે છે, પણ કૃષ્ણવલ્લભ પકડાતાં પહેલાં તો સિરાજ પોતે જ જંજીરોથી જકડાઈ અંધારા ભોયરામાં જઈ પડ્યો હશે !” સૂર્યનો પ્રકાશ ન પહોંચી શકે એવા એક અંતઃપુરમાં વસનારી બાઈ આટલા ઊંડા પાણીમાં રમે છે, એ જોઈ જગશેઠ મહતાબચંદ દિમૂઢ બન્યા. બંગાળની મસનદની આસપાસ કેટકેટલાં કાવતરાં રચાઈ રહ્યાં છે, તેનું તેમને ભાન થયું.
“બોલો, તમે શું સાથ આપશો ? શહેનશાહનું ફરમાન લાવી આપશો ?” એટલું કહી ઘસીટા ચૂપ રહી.
મહતાબચંદ મુંઝાયા. તેઓ સિરાજને માટે નહીં, પણ પૂર્ણિયાના શૌકતજંગ માટે નવાબીનો પરવાનો મેળવવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org