________________
જગશેઠ
૩૫ વૈભવ અને ધન તો ક્ષણિક છે, ધર્મ અજર-અમર છે. અધર્મથી કદાચ ઈદ્રનું ઈન્દ્રાસન મળતું હોય તોપણ ધાર્મિક હિંદુ તેની સામે ઊંચી આંખ ન કરે.” જગત્શેઠે સનાતન વિચાર અને વાણીનો નિર્જીવ અનુવાદ સંભળાવ્યો.
મને પણ એ જ દુ:ખ સાલે છે. મારો એક હિંદુનો પુત્ર, પુત્ર નહીં તો પૌત્ર અને પૌત્ર નહીં તો દૌહિત્ર આવતી કાલે તમારાં જ મંદિરો તોડશે, તમારાં કુટુંબો ઉપર સીલમ ગુજારશે, તમારા શિલ્પ અને સાહિત્યનો નાશ કરશે અને છતાં તમે માનશો કે “અમે ધર્મનું પાલન કરી રહ્યા છીએ.” જગતુશેઠ ! એ તમારો દોષ નથી. ભારતનું ભાગ્ય જ કંઈ એવા આછા કુંકુમે લખાયું છે. તમે કે હું શું કરી શકવાના હતા ?”
અતિશય આવેગને લીધે મુર્શિદ-ખાંથી વધુ બોલી શકાયું નહીં. બિછાના ઉપર જાળવીને પડખું ફેરવ્યું અને જાણે કે હવે કહેવાનું કંઈ બાકી ન રહ્યું હોય તેમ આંખો મીંચી લીધી. તેમના પ્રત્યેક નિઃશ્વાસમાં સંતાપના ડુંગર ઠલવાતા હોય તેમ જગશેઠ જોઈ રહ્યા. પોતાના મિત્રની આવી કરુણાજનક દશા નિહાળી તેમને ભારે આઘાત થયો. આટઆટલા વરસ સુધી આ પ્રકારની અસહ્ય વ્યથા મૂંગે મોઢે જે સહી શકે છે, તેનું મનોબળ કેટલું મજબૂત હોવું જોઈએ. એ વિચારે તેમના હૃદયમાં મિત્ર પ્રત્યેનું માન ઉભરાવા લાગ્યું. પણ તેઓ નિરુપાય હતા. કુદરતનો આખો ક્રમ ફેરવ્યા વિના મુર્શિદ-ખાંના દર્દ ઉપર મલમપટો બાંધવો તેમને અશક્ય લાગ્યો.
: : :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org