________________
જગશેઠ
૩૪ નબળાઈ શા સારુ ભરવામાં આવી ?” એક લાંબો નિઃશ્વાસ નાખ્યા પછી મુર્શિદ-ખાંએ આવેગને શમાવી કહ્યું : “મને મુસલમાન બન્યાનો મુદ્દલ પશ્ચાત્તાપ નથી, કારણ કે ઈચ્છાપૂર્વક મેં ધર્મ બદલ્યો નથી, પરંતુ મને ખરેખર જે કાંઈ લાગી આવે છે, તે તો એજ છે કે તમારા સમાજનાં દ્વાર અમ જેવા માર્ગ ભૂલ્યા મુસાફરને માટે પણ ઊઘડી શકતાં નથી. હું તો એ ઝેર ઘોળીને પી જઈશ, પણ મારી આ પુત્રીએ શું ગુન્હો કર્યો ? બંગાળનો કોઈ હિંદુ યુવાન એનું પાણિગ્રહણ કરે તો મારા ઉત્તરાધિકારી તરીકે હું તેને બંગાળનો શાસક નીમવા તૈયાર છું. તમારે જો પુત્ર હોત તો મારી પહેલી પસંદગી તેની ઉપર જ ઊતરત. દક્ષિણ અને બંગાળના લોહીમાંથી એક અપૂર્વ સંસ્કારસ્વામી અવતરત અને બંગાળ, બિહાર, ઓરીસા ઉપરાંત ઉત્તર અને દક્ષિણમાં પણ પોતાની આણ ફેલાવત. અકસ્માતના યોગે મળેલા માણેકચંદ અને મુર્શિદ-ખાં જો પૂર્વના પ્રદેશોમાં પોતાની છાપ પાડી શકે છે, તો એ સહજ સંસ્કાર શું ન કરત?”
જગશેઠ નિરુત્તર રહ્યા. બંગાળના એકાધિપત્યની મધુરી કલ્પના સ્વર્ગસુખ કરતાં પણ તેમને વધુ રમ્ય લાગી. મુર્શિદ અને માણેક મૈત્રીમાં એક છે, તેમ જો લોહીમાં એક હોય તો બંગાળનું ભાવિ કેવું ઉજ્જવળ બને ? આર્ય સામ્રાજયનો વિજયધ્વજ પ્રાસાદના શિખરે ફરકતો હોય એ દશ્ય નયન સામે ખડું થયું. પણ થોડીવારે મોહમાંથી જાગતા હોય તેમ જગત શેઠ સહાનુભૂતિસૂચક સ્વરમાં કહ્યું
“ધર્મ પાસે સામ્રાજ્યસત્તા પણ તુચ્છ છે. રાજ્ય કે વૈભવની લાલચ કોઈ હિંદુ યુવાનને આકર્ષી શકે એમ હું નથી માનતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org