________________
S.
જગશેઠ
(૩૩ નીરખતો.” આંસુથી ભીંજાયેલા અશક્ત નેત્રોમાં સત્યયુગની આભા ખીલી નીકળી અને જગડુશેઠે જો વચમાં વિક્ષેપ ન નાખ્યો હોત તો મુર્શિદ-ખાં ક્યાં અટકત તે કહી શકાય નહીં.
પણ તમે મુસલમાન શી રીતે બન્યા ?” જગડુશેઠે સીધો સવાલ પૂછ્યો.
હું શું જાણું કે શી રીતે મુસલમાન બન્યો ? મને ઝાંખુ ઝાંખું પણ એટલું યાદ આવે છે કે એક દિવસ ખરે બપોરે અમારા ગામડામાં ધાડપાડુઓનાં ટોળાં ઊતર્યા, અમારાં ઘરબાર લૂંટાયાં, જે જવાંમર્દો ગણાતા હતા, તેમનાં શબ શેરીઓ વચ્ચે પડ્યાં અને જેમ જાનવરને બાંધે તેમ અમને બાંધ્યા. ભૂખ, તરસ અને થાકથી હું જ્યારે બેહોશ બનતો હતો ત્યારે પણ ઉપરથી ચાબૂક પડતા હતા. આખરે એક ઈસ્પાહાનના શ્રીમંત વેપારીને ત્યાં વેચાયો. પશુની જેમ માણસો વેચાતા હોય ત્યાં ધર્મ કે આચારની પરવા કોણ કરે ? જન્મે જેમ હિંદુ હતો, તેમ ખરીદાયા પછી મુસલમાન બન્યો. પણ એ પછી તરત જ હું ઉન્નતિનાં પગથિયાં ચડતો ગયો. બાદશાહ ઔરંગઝેબનો માનીતો થયો. દક્ષિણનો દીવાન થયો અને ત્યાંથી અહીં સુધીનો ઇતિહાસ તો તમે જાણો છો જ.” આ વેદનાનો ઉપાય જગતુશેઠની શક્તિ અને બુદ્ધિ બહારનો હતો. મુર્શિદ-ખાંએ કહેલી મંદિર, પુનર્જન્મ અને પ્રકૃતિની વાતોનું રહસ્ય સમજાયું. મુર્શિદ-ખાં પોતે તો ભૂતકાળના આ ભડકાથી નખશિખ બળી રહ્યો હતો, પણ તેની જવાળા જગતુશેઠના અંગને બાળી રહી.
“માણસ પોતાનો ભૂતકાળ ભૂલી શકતો હોત તો કેટલો સુખી થાત ? બધી રીતે બળવાન ગણાતા માણસના જીગરમાં આટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org