________________
જગત્શેઠ
૩૨
ખાં જેવા મરદનું હૈયું પણ પીગળવા લાગ્યું. આંસુનો વેગ તે ખાળી શક્યો નહીં. રણમેદાનમાં હજારો સૈનિકોને સ્વર્ગનો રાહ દેખાડનાર સેનાપતિ એક બાળકની જેમ રોઈ પડ્યો.
“આ મુર્શિદ-ખાં પહેલી જ વાર કહે છે કે હું હિંદુ હતો અને આજે પણ બની શક્યું ત્યાં સુધી હિંદુ જ રહ્યો છું. બે દિવસ ઉપર મેં મારી એકની એક પુત્રીને બગીચામાં ફરતી જોઈ અને મહામહેનતે છુપાવી રાખેલી વ્યથા સો ગણા જોરથી ભભૂકી ઊઠી. હકીમો કહે છે કે અતિ અશક્તિને લીધે વખતોવખત મારું મગજ અને શરીર તપી જાય છે. પણ એ બિચારા આત્માનો સંતાપ શું સમજે ?”’
જગત્શેઠ અધીરા થયા. મુર્શિદ-ખાં પોતાનો જ જાતિબંધુ છે એ જાણ્યા પછી તેને ભેટવા તેમના હાથ તલપી રહ્યા. કહ્યું, “હું આ શું સાંભળું છું ? મારો પ્રિય મિત્ર મુર્શિદ હિંદુ છે ? અને જો એમ જ હોય તો પછી શા સારુ મુસલમાન બન્યો ?''
“એ કથા લાંબી છે અને ખરું જોતાં એટલી બધી અસ્પષ્ટ છે કે હું પોતે જ તે ઉકેલી શકું એવી સ્થિતિમાં નથી. છતાં મારી બાલ્યાવસ્થા હજી ય મારી નજર સામે તરે છે. દક્ષિણના પહાડી પ્રદેશોમાં મારા દોસ્તો સાથે દિવસોના દિવસો સુધી રખડતો અને મારી વૃદ્ધ માતા મને ઘરમાં આવેલો જોઈ વાત્સલ્યથી ઘેલી જેવી બની જતી. મારે એકે ભાઈ કે એકે બહેન ન હતી. મારી મા સાથે હું મંદિરે મંદિરે આથડતો અને માતાના અનુકરણમાં દેવ-દેવીઓને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતો એનું મને બરાબર સ્મરણ રહી ગયું છે. મંદિરો અમારા ૨મવાનાં અને છુપાવાનાં સ્થળો હતાં. બીકથી અજાણ્યો હું ઘણીવાર મંદિરના શિખર સુધી પહોંચી જતો અને ત્યાં બેઠો બેઠો આસપાસના દૂરદૂરના પ્રદેશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org