________________
જગશેઠ
નવકાર મંત્રનું સ્મરણ કરતો હીરાનંદ ઘરની બહાર નીકળ્યો. પંચ પરમેષ્ઠીનાં ધ્યાન તથા સ્મરણથી આત્મા નિર્મળ બને છે, એમ તે જાણતો હતો. પણ આજ તો આત્મા કરતાં ય દેહનો નિભાવ તેને મન વધુ અગત્યનો વિષય હતો. સ્વર્ગનાં સુખ ઘણીવાર તેણે વ્યાખ્યાનોમાં સાંભળ્યાં હતાં. પણ વર્તમાન જીવનનાં દુઃખ-દારિત્ર્ય અને અપમાનથી કઈ રીતે બચવું એ તેને નહોતું સમજાતું. નવકાર મંત્રના સ્મરણથી દુ:ખમાત્ર દૂર થાય છે, વિનો બધાં ટળી જાય છે અને અણધારી રીતે દેવતાઓ ધન-ધાન્ય વડે આવારા ઉભરાવે છે, એમ તે શ્રદ્ધાપૂર્વક માનતો.
નાગોરનો ગઢ વટાવી એક જીર્ણ મંદિરની પાસે આવી ઉભો રહ્યો. સાંજ પડી ગઈ હતી. દિવસે પણ આ સ્થાન ભયંકર ભાસતું. સંધ્યાના આછા તેજમાં હીરાનંદે આસપાસ નિહાળ્યું. મંદિરના સંબંધમાં ભૂત-વ્યંતરની ચાલતી વહેમવાર્તાઓનું સ્મરણ થતાં તે જરા ચમક્યો. એકે એક વૃક્ષમાં વ્યંતરનો વાસ હોય અને ભાંગલા મંદિરના છૂટાછવાયા પથ્થરો જાણે હમણાં જ ભૂતાવળનું રૂપ ધરી ભયંકર નૃત્યલીલા આદરશે, એવી કલ્પનામાં તણાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org